પાલનપુરમાં ખાનગી પ્રેક્ટિસ કરતા ઝડપાયેલા સરકારી તબીબ સામે પોલીસ ફરિયાદ

  • Published By :
  • Published Date : 2020-02-07 14:19:05
  • Views : 976
  • Modified Date : 2020-02-07 14:19:05

સરહદી બનાસકાંઠા જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટયો છે. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનીષ ફેન્સીએ બોગસ તબીબો સામે લાલ આંખ કરી છે. જેને પગલે જિલ્લામાં અત્યાર સુધીમાં દસ જેટલા બોગસ તબીબો ઝડપાઇ ચૂકયા છે. દરમિયાન પાલનપુરમાં ખાનગી પ્રેક્ટિસ કરતા એક સરકારી તબીબ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ તબીબ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સામઢી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડો. અજય જશવંતભાઈ મહેતા કે જેઓ સરકારી તબીબ હોવા છતાં પાલનપુર ખાતે પોતાનું પ્રાઇવેટ ક્લિનિક ચલાવી પ્રેક્ટિસ કરતા આરોગ્ય અધિકારી ડો.મનીષ ફેન્સીની ઓચિંતી રેડમાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. સરકારી તબીબ હોવા છતાં ખાનગી પ્રેક્ટિસ કરી સરકારી ધારાધોરણનો ભંગ કરી જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરી પર્યાવરણને નુકસાન કરતા હોઈ તેઓ સામે પાલનપુર બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર ડી.પી.અનાવાડીયાએ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે સરકારી તબીબ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News