પાલનપુરમાં એક કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 16:39:39
  • Views : 363
  • Modified Date : 2019-09-22 16:39:39

ગઈકાલે સાંજે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. આજે બીજા દિવસે પણ મેઘરાજાએ બપોર બાદ એન્ટ્રી મારી હતી. પાલનપુરમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને પગલે શહેરમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. પાલનપુરમાં એક જ કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.બે ઈંચ વરસાદમાં પાલનપુર પાણી- પાણી બપોરે ખાબકેલા 2 ઈંચ વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. જ્યારે શહેરની બીજેશ્વર કોલોની બેટમાં ફેરવાઈ હતી. વરસાદને પગલે વાહનો પાણીમાં ડૂબ્યા હતા.જિલ્લામાં પણ વરસાદ દાંતીવાડા, પાંથાવાડા, થરા સહિતના જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે રસ્તાઓ પાણીમાં ડૂબ્યા હતા.ગઈકાલે 2 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં વડગામ તાલુકામાં શનિવારે બપોરના એકાએક પવનના સુસવાટા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરતા દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્તાં લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. જ્યારે ધાનેરામાં 21, કાંકરેજમાં 13 અને ડીસા, દાંતીવાડા, વાવ, થરાદ, દાંતામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો.

Download Our B K News Today App



Related News