પાલનપુર પાલિકાના પ્રતિનિધિમંડળે દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરની મુલાકાત લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-31 13:55:26
  • Views : 446
  • Modified Date : 2019-12-31 13:55:26

તાજેતરમાં ઇન્દોર ગયેલુ પાલનપુરનું પ્રતિનિધિમંડળ ઇન્દોરની સ્વચ્છતા જોઇ દંગ રહી ગયું હતું. જેમાં પાલનપુરની સેનીટેશન સમિતિના સભ્યોને નિમંત્રણ મળતા અભ્યાસના ભાગરૂપે આ મુલાકાત કરી ત્યાંની સ્વચ્છતા અને લોકોનો સ્વચ્છતા પ્રત્યે જાગરૂકતા જોઈ આફરીન પોકારી ઉઠ્યા હતા. ટીમના સભ્યોએ જણાવ્યું હતું કે પાલિકાની તૈયારી સાથે સાથે નાગરીકોએ પણ સ્વયં શિસ્ત કેળવવું પડશે.સ્વચ્છતા સર્વેક્ષણમાં મધ્યપ્રદેશનું ઇન્દોર સતત ત્રીજીવાર દેશનાં સૌથી સ્વચ્છ શહેર તરીકે પસંદગી પામ્યું હતું અને કદાચ ચોથીવાર પણ આજ શહેર નંબર વન બનશે. અહીં અમને રોડ પરની સ્વચ્છતા જોઈ ક્યાંય રોડ પર કાગળ કે અન્ય વસ્તુ ફેંકવાની હિમત જ ના થઇ. જે આપણે સહજતાથી પાલનપુરમાં ફેંકી દઈએ છીએ’ આ શબ્દો છે પાલિકાના નગરસેવક હસમુખ પઢીયારના. સ્વચ્છતા સર્વેક્ષણ અર્બન અંતર્ગત ગુજરાતના નગરસેવકો ત્રણ દિવસ માટે ઇન્દોર ગયા. ડોર ટુ ડોર કચરો કલેક્ટ થયા બાદ તેમાંથી ઉત્પન્ન થતો રોજનો 700 કિલો ગેસથી વાહનો ચાલી રહ્યા હોવાનું પ્રત્યક્ષ નિહાળી લોકોનો સ્વચ્છતા પ્રત્યેનો આગ્રહ જોઈ દંગ રહી ગયા હતા. નગરસેવક દેવેન્દ્ર રાવલે જણાવ્યું કે ત્યાં અગાઉ 6 મહિના સુધી લોકોને માત્ર સફાઇ માટે સમજાવવામાં આવ્યા હતા. જેમાં આજે 27 લાખની વસતિ છતાં પણ આખું શહેર પોતાના શહેરને ચોખ્ખું રાખવા મથામણ કરી રહ્યું છે. કોઈ ખુલ્લામાં કચરો નાખતું નથી અને ત્યાંની સંસ્થા કચરાનું પદ્ધતિસરનું નિકાલ કરી આર્થિક ઉપાર્જન કરી દેશમાં દાખલો બેસાડી રહી છે.જેમાં પાલનપુર નગરપાલિકાના સેનીટેશન વિભાગના લાલજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં શહેરીજનોને ઇન્દોરની સફાઈનું મોડેલ દર્શાવીશું. જેનાથી પાલનપુરના લોકો પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃત થઈ શકે.’

Download Our B K News Today App



Related News