પાલનપુરમાં માનધન યોજનાનો પ્રારંભ થતાં લાભાર્થીને ૩ હજાર મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-06 12:42:55
  • Views : 4270
  • Modified Date : 2019-12-06 12:42:55

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજનામાં લાભાર્થીને ૩ હજાર માસિક પેન્શનનો પાલનપુર ખાતે શુભારંભ કરાયો હતો. જેમાં સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું હતુ કે નિવૃત્તિ પછી જેમ કર્મચારીઓને પેન્શન મળે છે તેવી જ રીતે લારી ગલ્લાવાળા, કડીયા કારીગરો, સીમાંત ખેડૂતો, લઘુ વેપારીઓ અને શ્રમિકોને પણ ૬૦ વર્ષની ઉંમર પછી પેન્શન આપવાની યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજનામાં દરેક લોકો સુધી પહોંચે તે માટે લાભાર્થીઓની નોંધણી કરવા માટે તા.૩૦ નવેમ્બર-૨૦૧૯ થી તા. ૬ ડિસેમ્બર-૨૦૧૯ સુધી પેન્શન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ યોજના અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ શ્રમયોગીઓ તથા લઘુ વેપારીઓ લાભ લઇ શકે છે. આમ બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનામાં અત્યારસુધીમાં ૧૫,૦૬૩ લોકોએ પોતાની નોંધણી કરાવી છે. પ્રજેમાં ધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપાર માનધન યોજના આ બન્ને યોજનાઓમાં જોડાવા માટેની ઉંમર-૧૮ થી ૪૦ વર્ષની છે અને માસિક રૂા. ૫૫ થી ૨૦૦ સુધીનો ફાળો સીધો તેમના ખાતામાંની કપાઇ જશે.આમ તેમની સામે લાભાર્થી જે ફાળો ભરે તેટલો જ ફાળો કેન્દ્ર સરકાર તેમના ખાતામાં જમા કરશે. આ ફાળાની રકમ શ્રમયોગી ૬૦ વર્ષની ઉંમરે પહોંચે ત્યા સુધી ભરવાની રહેશે. આમ ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ લાભાર્થીને દર મહિને રૂા. ૩ હજાર પેનશ્ન મળશે.

Download Our B K News Today App



Related News