સદભાવના ગ્રુપ ટ્રસ્ટ તરફથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 11:30:27
  • Views : 430
  • Modified Date : 2019-06-11 11:30:27

  પાલનપુર સતત નિતનવા સેવાકીય કાર્યો કરી યુવાનોને સેવાકીય કાર્યો માટે પ્રેરતા એવા યુવાનોના સદભાવના ગ્રુપ દ્વારા શાળા સત્રની શરૂઆતના પ્રથમ દિવસે જ પાલનપુરની ૧૬ સરકારી શાળાના તમામ ૮૭૨ જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણીક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં બેગ , ચોપડાઓ, પેન,પેન્સિલ,રબ્બર,ચોકલેટ વગેરે આપવામાં આવ્યું હતું.આ કીટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરના સંપર્કમાં રહી તૈયાર કરવામાં આવી હતી.જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતેથી પાલનપુરની તમામ સરકારી શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના આંકડા લઇ તેમને ખાનગી  શાળાના વિદ્યાર્થીઓ ઉપયોગમાં લે,તેવી શૈક્ષણીક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કીટ લઇને પ્રથમ દિવસે જે-તે શાળાઓમાં જઈ શાળાના આચાર્ય તેમજ તેમના સ્ટાફમિત્રોની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી. આ  કાર્યક્રમમાં સદભાવના ગ્રુપના હરેશભાઇ ચૌધરી, જગદીશ કોરોટા,આશિષ પઢિયાર,હાર્દિક ચૌધરી અનિલ પટેલ,રવિ દરજી,કૌશિક ગોસ્વામી,પ્રવિણ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આભાર - નિહારીકા રવિયા 

Download Our B K News Today App



Related News