પાલનપુરના સાસમ ગામમાં કોરોનાનો શંકાસ્પદ દર્દી મળતા આરોગ્ય તંત્રમાં દોડધામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-13 16:50:50
  • Views : 2053
  • Modified Date : 2020-04-13 16:50:50

પાલનપુર તાલુકાના સાસમ ખાતે ગતરોજ કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી જણાતા  આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. અને તાલુકા હેલ્થ ઓફિસર સહિતનો કાફલો સાસમ ગામે દોડી આવ્યો હતો. દર્દીને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો . જયારે દર્દીને સારવાર વચ્ચે દર્દીના કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.પી. અનાવડીયા તેમજ મડાણા મેડિકલ હેલ્થ ઓફિસર  ડો. એકતાબેન ચૌધરી તેમજ આરોગ્ય કર્મચારીઓમાં પરેશભાઈ પટેલ, નીતિનભાઈ પ્રજાપતિ, મધુબેન ચૌધરી સહિત આશા વર્કરો દ્વારા સમગ્ર ગામમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News