પાલનપુરમાં ગુટખા બીડી અને તમાકુનો ચાલતો કાળો કારોબાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-25 11:28:34
  • Views : 911
  • Modified Date : 2020-05-25 11:29:30

પાલનપુરમાં ગુટકા, બીડી અને તમાકુની દુકાનો ખુલતા જ બંધાણીઓની લાંબી કતાર લાગી ગઈ હતી. ગુટખા, બીડીની તડપ છીપાવવા ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સનું પણ ભાન રાખ્યા વગર દુકાનો આગળ ટોળે વળી ગયા હતા.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પાન-મસાલાના વેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાઇ રહી છે. તકનો લાભ લઇ વેપારીઓ ડબલ ભાવ લઈ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા હોવાની ફરિયાદો ઉઠી છે. કોરોના વાયરસના કારણે થયેલ લોકડાઉનમાં જો સૌથી વધુ તકલીફ પડી હોય તો તે વ્યસનવાળા લોકોને તેમાંય પાન મસાલા, બીડી અને ગુટખા ખાતા લોકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો છે. ત્યારે બે મહિના બાદ બનાસકાંઠામાં મસાલા બીડીની છૂટ મળતા દુકાનો પર લોકોની કતાર લાગી ગઈ હતી. ત્યારે
પાલનપુરમાં પાન અનેક કરીયાણાની હોલસેલ દુકાન પર તો સોશિયલ ડિસ્ટન્સનું પણ ભાન ભૂલીને મસાલા બીડી લેવા માટે લોકોના ટોળેટોળા ઉમટી
પડ્‌યા. લોકોની આવી તડપનો લાભ અત્યારે વેપારીઓ ઉઠાવી રહ્યા છે અને ગુટખા, બીડીના ડબલ નહી પણ ત્રણ ગણા ભાવ લઈ ગ્રાહકોને લૂંટી રહ્યા છે.  જે મામલે  લોકડાઉનમાં અછતનો લાભ લઇ રહેલા વેપારીઓ છાપેલી કિંમત કરતા વધુ ભાવ લઈ રહ્યા છે. તમાકુ, ગુટખા અને બીડી, મસાલામાં ઉઘાડી લૂંટ ચલાવી ભોળા ગ્રાહકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી થઈ રહી છે. ત્યારે અશિક્ષિત અને ભોળા ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

Download Our B K News Today App



Related News