સરકાર સામે છાત્રોની જીતની ખુશીમાં પાલનપુરમાં આતશબાજી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-18 11:16:21
  • Views : 413
  • Modified Date : 2019-10-18 11:16:21

ગુજરાત ગૌણ સેવા
પસંદગી મંડળ દ્વારા આયોજીત બિન સચિવાલય જુનિયર કલાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ- ત્રણની પરીક્ષાઓ એકાએક રદ કરી શૈક્ષણિક ધોરણ વધારવાની ચર્ચાને પગલે પાલનપુરમાં ભારે જનઆક્રોશ જોવા મળી રહ્યો હતો. જે મુદ્દે અગાઉ આવેદનો અપાયા બાદ સરકારે નિર્ણય બદલી પુનઃ ધોરણ – ૧૨ના બેજ ઉપર જ પરીક્ષાઓ લેવાની જાહેરાત કરી હતી. જેના પગલે સરકાર સામે પોતાની લડત સફળ થઇ હોઇ પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આતશબાજી કરી આનંદ મનાવવામાં આવ્યો હતો.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી બિન સચિવાલય જુનિયર કલાર્ક, ઓફિસ આસિસન્ટન્ટ વર્ગ ત્રણની પરીક્ષાઓ રાજ્ય સરકાર દ્વારા રદ કરી દેવામાં આવી હતી. જેના પગલે પરીક્ષા આપનારા ઉમેદવારો તેમના વાલીઓમાં આ નિર્ણય સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો હતો. જ્યાં પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટર સંદિપ સાગલેને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતુ. દરમિયાન સરકારે નિર્ણય બદલી પુનઃ ધોરણ – ૧૨ના બેજ ઉપર જ પરીક્ષાઓ લેવાની જાહેરાત કરી હતી. જેના પગલે સરકાર સામે પોતાની લડત સફળ થઇ હોઇ પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આતશબાજી કરી આનંદ મનાવવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News