મસુદ અઝહરને આતંકી જાહેર કરાતા પાલનપુરમાં આતશબાજી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 11:25:56
  • Views : 442
  • Modified Date : 2019-05-03 11:25:56

યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સીલ દ્વારા મસુદ અઝહરને આતંકી જાહેર કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સામે ભારત સરકારની કૂટનીતિના આ મહત્વના વિજયને પાલનપુરમાં આવકારવામાં આવ્યો હતો. જ્યાં ગુરુવારે બનાસકાંઠા ભાજપ દ્વારા શહેરના ગુરુનાનક ચોકમાં આતશબાજી કરવામાં આવી હતી. અને પાકિસ્તાન મુરદાબાદના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.ભારતમાં પુલવામાં હુમલામાં સેનાના ૪૦ જવાનો શહીદ થયા હતા. આ હુમલા પાછળ જૈસ એ મહંમદ આતંકી સંગઠનનો હાથ હોવાનું બહાર આવ્યું હતું. આથી ભારતે આ સંગઠનના વડા મસુદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સીલમાં રજુઆત કરાઈ હતી. જોકે, અન્ય દેશોએ સહમતી આપી હતી. પરંતુ ચીન દ્વારા ભારતની રજૂઆતનો વિરોધ કરાયો હતો. જોકે, આખરે ચીને પણ તેની સહમતી જાહેર કરતાં યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સીલ દ્વારા મસુદ અઝહરને આતંકી જાહેર કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સામે ભારત સરકારની કૂટનીતિના આ મહત્વના વિજયને પાલનપુરમાં આવકારવામાં આવ્યો હતો. જ્યાં ગુરુવારે બનાસકાંઠા ભાજપ દ્વારા શહેરના ગુરુનાનક ચોકમાં આતશબાજી કરવામાં આવી હતી. અને પાકિસ્તાન મુરદાબાદના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.



Download Our B K News Today App



Related News