પાલનપુર એલ સી બીએ અમીરગઢ વિસ્તારમાંથી ગંજી પાના વડે જુગાર રમતા દસ લોકોને ઝડપી પાડયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-28 11:37:43
  • Views : 248
  • Modified Date : 2022-07-28 11:37:43

પાલનપુર એલ સી બીએ અમીરગઢ વિસ્તારમાંથી ગંજી પાના વડે જુગાર રમતા દસ લોકોને ઝડપી પાડયા

પાલનપુર એલ સી બીએ અમીરગઢ વિસ્તારમાંથી ગંજી પાના વડે જુગાર રમતા દસ લોકોને ઝડપી પાડી ૩૨,૦૦૦ રોકડ અને નંગ મોબાઈલ સહિત કુલ ૬૮ ૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.. એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો અમીરગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે લક્ષ્મીપુરા ગામના હોળામાં કેટલાક ઈસમો દ્વારા તીન પતિનો ગંજીપાનાનો જુગાર રમાડી રહ્યા છે ત્યારબાદ બાતમી વાળી જગ્યાએ તપાસ કરતાં સ્થળ પરથી જુગાર રમતા કુલ 10 લોકો ને ઝડપી પાડયા હતા..જુગાર રમતા દસ લોકો પાસેથી રોકડ 32,000 તથા 8 નંગ મોબાઇલ જેની કિમત રૂ. 36,500 આમ, કુલ મળી 68,500 નો મુદ્દામાલ ઝડપી જુગાર રમાડનાર પાલનપુર ખોડિયાર મંદિર ભીલ વાસ વિસ્તારના મીરચૂમાલ સિંધી વિરુદ્ધમાં અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

 

Download Our B K News Today App



Related News