પાલનપુર LCB પોલીસે ઠગ પતિ પત્ની પાલનપુરથી ઝડપી પાડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-23 11:02:53
  • Views : 8826
  • Modified Date : 2022-05-23 11:02:53

 

નડિયાદ માં માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપની નો સંચાલક 21 હજાર લોકો સાથે 150 કરોડ છેતરપિંડી કરી ફરાર થઈ જતા બનાસકાંઠા જિલ્લા એલસીબી ની ટીમે દબોચી લીધો છે. ગુજરાત થી રાજસ્થાન તરફ ભાગી જવાની ફિરાકમાં બનાસકાંઠા થી પસાર થતા એલસીબી ની ટીમે તેને ઝડપી નડિયાદ પોલીસ ને જાણ કરી છે.

 

 

    બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતભરમાં છેલ્લા ઘણા સમયથી છેતરપિંડીના અનેક ગુનાઓ સામે આવી રહ્યા છે ખાસ કરીને આજે લોકોને લોભામણી જાહેરાતો આપી ઠગ લોકો લાખો કરોડો રૂપિયાની ઠગાઇ કરી ફરાર જતા હોય છે લોકો પણ આજે ડબલ પૈસા કમાવવાની લાલચમાં લોકો સાથે જ છેતરાતા નજરે પડી રહ્યા છે વારંવાર સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવતી હોવા છતાં પણ આજે મોટાભાગના છેતરપિંડીના કેસો સામે આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતભરમાં સતત વધતા જતા છેતરપિંડીના કેસને લઈને પણ સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે હવે છેતરપિંડીનો ભોગ બનતા લોકોને ફરિયાદના આધારે હવે બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ સતર્ક બની છે. અને એક બાદ એક છેતરપિંડીના કેસનો ભેદ બનાસકાંઠા જિલ્લા પોલીસ ઉકેલી રહી છે.

 

- પતિ-પત્નીએ કરોડોનો લોકોને ચુનો લગાવ્યો હતો

 

નડિયાદ ની માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામની ફ્રોડ કંપની ચાલતી હતી. જેમાં અંદાજિત 21 હજાર લોકોએ 25 થી 90 હજાર ની આઈ ડી બનાવી 150 કરોડ જેટલી રકમ જમા કરાવી હતી અને જેટલી વધારે રકમ જમા કરાવો તેટલુંજ વધારે વળતર મળશે તેવી લોભામણી જાહેરાત કરતા લોકોએ જોયા જાણ્યા વગર આ કંપની રોકાણ કરતા ગયા. અને શરૂઆત માં સારું વળતર આપ્યા બાદ છેલ્લા ત્રણ માસથી લોકો ના પૈસા આવવાના બંધ થઈ જતા આખરે હોબાળો મચ્યો હતો.   અને કંપની ના સંચાલકો ફરાર થઈ ગયા હતા જેમાં રોકાણકારો એ તપાસ કરતા માત્ર બે વર્ષ માજ કંપની ના સંચાલકે લોકો સાથે કરોડો ની ઠગાઈ કરી ફરાર થઈ જતા નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

 

- ઠગ પતિ-પત્ની ઝડપાયા

 

જે અંગે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાંચ ની ટીમને આજે એક શંકાસ્પદ કપલ ની માહિતી મળી હતી જેમાં બાતમીને આધારે ધાનેરા બોર્ડર પરથી લોકલ ક્રાઇમ બ્રાંચે આ ઠગ કંપની ના માલિક રાહુલ વાઘેલા અને તેની પત્ની ને ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં આ ઠગ કપલ નો ગુજરાત થી રાજસ્થાન તરફ ભાગવાનો પ્લાન હતો. પરંતુ બાતમીના આધારે કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર દંપતિ લોકલ ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયુ હતું જે અંગે બનાસકાંઠા પોલીસે નડિયાદ પોલીસને પણ આ બાબતની જાણ કરી હતી.

 

Download Our B K News Today App



Related News