પાલનપુરના કુંભાસણ ગામે ખનીજચોરી કરતા ત્રણ શખ્સો સામે કાર્યવાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-29 13:52:33
  • Views : 965
  • Modified Date : 2020-01-29 13:52:33

બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તરશાસ્ત્રી દ્વારા ખનીજચોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેમણે મંગળવારે પાલનપુરના કુંભાસણ ગામે ખનીજચોરી કરતા ત્રણ શખ્સો સામે કાર્યવાહી કરી બે ટ્રેકટર અને જે. સી.બી. સહિત કુલ ૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ કાર્યવાહીના પગલે ખનીજચોરોમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.બનાસકાંઠા જિલ્લા ભૂસ્તરશાસ્રી સુભાષ જોષીએ ખનીજચોરો સામે લાલ આંખ કરી છે. જેમણે મંગળવારે ટીમ સાથે પાલનપુરના કુંભાસણ ગામે ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાં ગામની ગૌચરની જમીનમાંથી ગેરકાયદે ખનીજચોરી કરતા ત્રણ શખ્સો સામે કાર્યવાહી કરી જે. સી. બી. જી.જે. ૦૮. એ. ઇ. ૪૭૮૩, ટ્રેકટર નંબર જી.જે. ૦૮. બીબી. ૮૩૬૬ અને ટ્રેકટર નંબર જી.જે. ૦૮. બી.એફ. ૦૫૭૧ સહિત કુલ ૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ કાર્યવાહીના પગલે ખનીજચોરોમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.


Download Our B K News Today App



Related News