વૈશ્વિક પેટર્ન ધરાવતી ખુરશી બનાવતી એકમાત્ર કંપની ઋચાર્મી ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડનું પાલનપુર ખાતે ઉદ્‌ઘાટન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 11:08:57
  • Views : 515
  • Modified Date : 2020-12-14 11:08:57

આધુનિક સમયમાં વિશ્વમાં સરળતાથી જીવી શકાય એ માટે અનેક નવતર સામગ્રીનું નિર્માણ કરવામાં આવે છે. આવી જ એક નવતર ખુરશીના નિર્માણ અને ઉત્પાદન માટે
પાલનપુર ખાતે ઋચાર્મી ઇનોવેશન ઇમ્પ્લીમેન્ટશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું.
દિવ્યાંગ અને વયસ્ક વ્યક્તિઓને ઉઠવા બેસવામાં તકલીફ પડે છે. આ સંજાેગોમાં કેટલીક વ્યક્તિઓ અન્યની મદદ વગર ઉઠી, બેસી કે ચાલી શકતી નથી. આ સમસ્યા માટે પાલનપુરની વિદ્યાર્થીનીએ વિવિધ પ્રકારની સમસ્યા માટે ખાસ ખુરશીની ડિઝાઇન બનાવેલ છે. આ ખુરશી
વયસ્કો અને દિવ્યાંગ વ્યક્તિઓને ઉપયોગી થશે. તેમની શારીરિક સમસ્યા આ ખુરશી વડે ઓછી કરી શકાય છે. આ ઉપરાંત જાતે વ્યક્તિ
પોતાના અનેક કામ સરળતાથી કરી શકે છે.
આ બાબત અંગે વધુ વિગત આપતા કંપનીના ચેરમેન કુ. ચાર્મી રૂપલના જણાવ્યા મુજબ જે કોઈ વ્યક્તિને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તે વ્યક્તિ માટે જરૂરિયાત મુજબ ખુરશીની ડિઝાઇન તૈયાર કરી આપવામાં આવશે. ખાસ પ્રકારની ખુરશી બનાવવા માટે પ્રોડક્શન હાઉસના ઇન્ચાર્જ ઋચા રુપલ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ પ્રકારની સમસ્યા ધરાવનાર દરેકને એક સરખી ખુરશી ઉપયોગમાં આવતી નથી. આ માટે વિવિધ પ્રકારની સમસ્યા કે જરૂરિયાત મુજબ ખુરશી તૈયાર કરવા માટે જરૂરિયાત ધરાવનાર અંગે વિગતો મેળવી તેમને
જરૂરીયાત મુજબ ખુરશી બનાવવામાં આવશે. આ પ્રકારની ખુરશી માટે યુરોપ, અમેરિકા અને એશિયામાં
પેટન પ્રાપ્ત કરનાર આ કંપની ભારતમાં મહિલાઓ દ્વારા સંચાલિત વિશેષ ખુરશી બનાવતી એક માત્ર કંપની છે.
આજના ઉદ્‌ઘાટન પ્રસંગે વિશેષ જાણકારી આપતાં માર્કેટીંગ હેડ ભાવ રૂપલ જણાવે છે કે, થ્રી ઇડિયટ્‌સ ફેમ ઈનોવેટર અને વિશ્વમાં ૨૪ કરતાં વધુ પેટર્ન ધરાવનાર જહાંગીર શેખ વિવિધ પ્રકારની ખુરશી બનાવવા માટે અને જરૂરિયાત મુજબ તૈયાર કરવા માટે
કંપનીમાં ઇનોવેશન હેડ તરીકે જહાંગીર શેખની
પસંદગી કરવામાં આવી છે. જહાંગીર વિશ્વમાં વિવિધ સમસ્યાના સમાધાન માટે અનેક સામગ્રીનું નિર્માણ કરી રહ્યા છે. આ સંજાેગોમાં નીડ બેઇઝ રિલીફ ચેર માટે સતત કાર્યરત રહી આવી ખાસ ખુરશીનું ખૂબ જ બહોળી સંખ્યામાં ઉત્પાદન થાય તે માટે મહારાષ્ટ્‌, ગુજરાત અને રાજસ્થાનમાં વિવિધ જગ્યાએ પ્રોડક્શન હાઉસ ઉભા કરવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News