પાલનપુર ખાતે ચૂંટણી ઓબ્ઝર્વરો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉમેદવારો સાથે ખર્ચ નિયંત્રણ અંગે બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-10 06:36:20
  • Views : 576
  • Modified Date : 2019-04-10 07:11:33

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ તટસ્થ, નિર્ભય, નિષ્પક્ષ અને શાંત માહોલમાં યોજાય તે માટે તંત્ર દ્વારા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સુદ્રઢ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. પાલનપુર મુકામે ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર  માસુમ અલી સરવર (આઇ.એ.એસ.), ખર્ચના ઓબ્ઝપર્વર  વિવેક ભાસ્કર (આઇ.આર.એસ.), જિલ્લાએ ચૂંટણી અધિકારી અને કલેકટર સંદિપ સાગલે તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉમેદવારો અને તેમના એજન્ટો સાથે ખર્ચ નિયંત્રણ અંગે બેઠક યોજાઇ હતી.
જનરલ ઓબ્ઝિર્વર માસુમ અલી સરવર (આઇ.એ.એસ.) એ જણાવ્યું કે કોઇ જાતિ, ધર્મ કે જ્ઞાતિનું અપમાન ન થાય તેમજ ચૂંટણી પંચની માર્ગદર્શિકા જળવાઇ રહે તે પ્રમાણે ચૂંટણીમાં પ્રચાર અને ખર્ચ નિયંત્રણની કાળજી રાખીએ. તેમણે કહ્યું કે મતદાનના દિવસે રાજકીય પક્ષોના એજન્ટોએ ચૂંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર કામગીરી કરવા જણાવ્યું હતું. જનરલ ઓબ્ઝર્વરે બનાસકાંઠા જિલ્લામાં ગોઠવાયેલ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું  કે જિલ્લામાં સિંગલ વિન્ડોમ સીસ્ટમ કાર્યરત બનાવાઇ છે જેથી રાજકીય પક્ષો અને ઉમેદવારોને ચૂંટણીલક્ષી પ્રચાર વગેરે માટે મંજૂરી સરળતાથી અને સમયમર્યાદામાં મળી શકશે. ઉમેદવારો અને તેમના એજન્ટો પાલનપુર સર્કિટ હાઉસ ખાતે સાંજે ૫-૦૦ થી
૬-૦૦ વાગ્યો દરમિયાન તેમનો સંપર્ક કરી શકે છે. જનરલ ઓબ્ઝર્વરનો મોબાઇલ નંબર ૯૫૧૦૨૪૨૧૭૮ છે.
ખર્ચ નિયંત્રણ અંગેના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી બી.એ. શાહે ખર્ચ નિયંત્રણ અંગે ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારો અને તેમના એજન્ટો અને વિગતવાર વિસ્તૃત માહિતી આપી હતી. લોક પ્રતિનિધિત્વ  અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૭૭ મુજબ ચૂંટણી ખર્ચના હિસાબો રાખવા, કલમ ૭૮ મુજબ ચૂંટણી અધિકારીને હિસાબો રજૂ કરવા, કલમ ૧૦-ક ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ નહી કરવાથી થતી શિક્ષાત્મક જોગવાઇઓ અંગે, કલમ-૧૨૭ ક મુજબ ચૂંટણીલક્ષી સાહિત્ય  છપાવવા અંગે, સ્ટાર પ્રચારક, જાહેર સભા, રેલી, ઉમેદવારના પોસ્ટર, ધજા, બેનર, વાહનો વગેરે અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન ખર્ચના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીએ આપ્યું  હતું.  ચૂંટણીમાં ઉમેદવારો અથવા રાજકીય પક્ષો દ્વારા રૂ. ૧૦,૦૦૦/- થી વધુ રકમ ખર્ચ/દાન ક્રોસ એકાઉન્ટ પેઇ ચેક અથવા ડ્રાફ્‌ટ અથવા આરટીજીએસ/એનઇએફટી અથવા રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી હેતુ માટે ખોલવામાં આવેલ ઉમેદવારના બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી અન્ય કોઇ ઇલેકટ્રોનિક પધ્ધતિથી કરવાનું રહેશે.
ખર્ચના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું કે ચૂંટણી દરમિયાન ઉમેદવારોએ ખોલાવેલ બેંક ખાતા મારફત જ તમામ નાણાંકીય વ્યવહારો કરવાના રહેશે. ચૂંટણીની જાહેરાતની તારીખથી પરિણામ જાહેર થવાની તારીખ સુધી આવક અને ખર્ચની તમામ વિગતો જાળવવાની રહેશે.
બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર, એકાઉન્ટીંગ ટીમના હેડ અને જિલ્લા તિજોરી અધિકારી જે.આઇ. દેસાઇ, હિસાબી અધિકારી  જી. પંચાયત ચેતન પટેલ સહિત મદદનીશ ખર્ચ નિરીક્ષકો, ઉમેદવારો અને તેમના એજન્ટો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News