#પાલનપુરના ખસા ગામની પ્રાથમિક શાળા જર્જરિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-25 21:23:46
  • Views : 633
  • Modified Date : 2019-06-25 21:23:46

સરકાર દ્વારા દરેક ગામમાં શિક્ષણ પ્રત્યે અનેક કાર્યો કરવામાં આવે છે. એમાય ગામડાઓમાં તો એક પણ બાળક અભ્યાસથી વંચિત ના રહી જાય તે માટે પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે, ત્યારે આંતરિયાળ ગામડાઓની શાળાઓ એટલી હદે જર્જરિત હાલતમાં હોય છે કે બાળકો અભ્યાસ કરવા જતાં પણ ભય અનુભવે છે, ત્યારે આવી જ એક શાળા પાલનપુરના ખસા ખાતે આવેલ છે. 

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ખસા ગામની પ્રા. શાળા જર્જરિત હાલતમાં છે અને આ શાળાના બાળકો ઉપર ભય તોળાઈ રહ્યો છે. આ શાળાની હાલત દેખતા શાળાનું મકાન ગમે ત્યારે ધરાશાયી થઈ સકે તેમ છે, તેમજ શાળામાં ૨૦૦ જેટલા બાળકો મોતના ઓથાર નીચે શિક્ષણ અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાના ઓરડાઓની દિવાલો પર મોટી મોટી તીરાડો પડેલ છે અને શાળાના પતરા પણ તૂટેલા છે. ગામલોકોની વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. આ શાળાના આચાર્ય દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી અને ડેમેજ પણ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ આ વાતને ઘણો સમય થયો હોવા છતાં શાળાનું મકાન ઉતારી નવું મકાન બનવાનો કોઈ હુકમ આવ્યો નથી. ત્યારે આજે અમારી ટીમ દ્વારા આ શાળાની  મુલાકાત લેતાં મોતના ઓથાર નીચે નાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને આ શાળાના ઓરડાઓની મોટી મોટી તીરાડો અને તુટેલા પતરા વચ્ચે ચાલે છે શિક્ષણના પાઠ. ત્યારે ગુજરાત શિક્ષણ ખાતાની ટીમ રૂબરૂ આવી આ શાળાની મુલાકાત લે તે ઇચ્છનીય છે , જો વરસાદની સિઝનમાં આ શાળા ધરાશાયી થશે અને કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદાર કોણ ? ત્યારે હવે સત્વરે સરકારી તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને મોતના મુખમાં અભ્યાસ કરતાં બાળકોની વ્હારે આવે તેવી ગ્રામજનો અને બાળકોની માંગ ઉઠી છે 

Download Our B K News Today App



Related News