પાલનપુર-કાણોદર નેશનલ હાઈ-વે બાઈક સવારના બચાવવા જતા ટ્રેલર ચાલકને અકસ્માત નડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-26 12:58:49
  • Views : 339
  • Modified Date : 2022-07-26 12:58:49

પાલનપુર-કાણોદર નેશનલ હાઈ-વે બાઈક સવારના બચાવવા જતા ટ્રેલર ચાલકને અકસ્માત નડ્યો

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવવામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે પર વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો મોતને છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે આવો જ એક અકસ્માત આજે પાલનપુર કાણોદર નેશનલ હાઇવે પર સર્જાયો હતો જેમાં અમદાવાદથી પાલનપુર તરફ આવી રહેલ ટ્રેલર વચ્ચે બાઈક સવાર આવી જતા ટ્રેલર ચાલકે બાઈક સવારના બચાવવા માટે બ્રેક મારી હતી જેથી ટ્રેલર નેશનલ હાઈવે રોડની સાઈડમાં ઉતરી જવા પામ્યો હતો. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ટ્રેલરમાં સવાર ડ્રાઇવરને બહાર નીકળવામાં આવ્યો હતો જે બાદ અકસ્માત સર્જાતા નેશનલ હાઈવે પર ટ્રાફિક સર્જાયું હતું જેથી તાત્કાલિક હાઇવે ઓથોરિટી ની ટીમ ઘટના સ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરતી હતી આ અકસ્માતમાં સદનસીબે જાનહાની તળી હતી

Download Our B K News Today App



Related News