પાલનપુરમાં વીજ કર્મચારીઓએ પડતર પ્રશ્નો મુદ્દે દેખાવો યોજ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 12:55:39
  • Views : 376
  • Modified Date : 2019-11-03 12:55:39

વીજકર્મીઓ પોતાની પડતર માંગો ન સ્વીકારાતા પાલનપુર વીજ કચેરી નજીક જ કર્મીઓએ વિવિધ માંગો દર્શાવતા બેનરો ધારણ કરી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.અને આગામી સમયમા માંગો નહી સ્વીકારાય તો માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી. અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનિયર એસોસિએન દ્વારા વીજ કર્મીઓ અને અધિકારીઓને મળવા પાત્ર લાભો અને હક્કો જેવા કે સાતમા વેતન પંચ મુજબ એલાઉન્સ, મેડીકલના લાભો આપવા,સહીત અન્ય લાભો મેળવવા એક વર્ષ અગાઉ રજૂઆત કરાઇ હતી.છતાં માંગ સામે આંખ આડા કાન કરી માંગોને સ્વીકાર ન કરાતા પાલનપુર વીજ કર્મીઓ શુક્રવારે સાંજે હાઇવે વિસ્તારમાં આવેલી કચેરી આગળ વિવિધ માંગો દર્શાવતા બેનરો સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો.અને જો આગામી સમયમા ઉકેલ નહી આવે તો માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી.

Download Our B K News Today App



Related News