પાલનપુર એન્જીનિયરીંગ કોલેજની બેઠકો રદ કરાતાં છાત્રોની રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-14 12:41:53
  • Views : 436
  • Modified Date : 2020-02-14 12:41:53

પાલનપુરના જગાણા ખાતે આવેલી એન્જીનિયરીંગ કોલેજમાં માઇનીંગ ઇજનેરીંગની તમામ બેઠકો રદ કરી દેવામાં આવતાં છાત્રોમાં ભારે રોષ ઉદ્દભવવા પામ્યો છે. આ અંગે તેમણે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.પાલનપુરના જગાણા સ્થિત સરકારી એન્જિનિયરીંગ કોલેજના છાત્રોએ જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતુ કે, કોલેજમાં માઇનીંગ ઇજનેરીંગની ૭૫ બેઠકો હતી. તેમાંથી કોલેજે ૦ બેઠક કરી દીધી છે. આ નિર્ણયથી ઉત્તર ગુજરાતમાં ઇજનેરી કોલેજ કરતાં તમામ છાત્રોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેમને ઇજનેરી કોલેજના અભ્યાસ માટે ભુજ અથવા અન્ય શહેરોમાં જવું પડશે. જેથી છાત્રોની હકીકત ધ્યાને લઇ ઉત્તર ગુજરાતના ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતી દર્શાવી સામાજીક ન્યાયના વિશાળ હિતમાં ઓછામાં ઓછી ૩૦ બેઠકો ચાલુ રાખવામાં આવે તેવી છાત્રોની માંગણી છે.


Download Our B K News Today App



Related News