પાલનપુર પૂર્વ પોલીસે નકલી નોટ સાથે ઉત્તર ભારતના ચાર ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-27 13:02:22
  • Views : 281
  • Modified Date : 2022-02-27 13:02:22

પાલનપુર પૂર્વ પોલીસે નકલી નોટ સાથે ઉત્તર ભારતના ચાર ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

 

રૂપિયા 100 ના દરની અંદાજીત 457 નોટ પોલીસે ઝડપી પાલનપુર પૂર્વ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી

 

પાલનપુરમાંથી પોલીસે રૂપિયા 45700 ના 457 નોટ ઝડપી પાડી છે. રૂ. 100 ની નકલી નોટ સાથે ઉત્તર પ્રદેશના મેરઠ થી ચાર ઈસમોઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ચારે ઈસમોઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

પાલનપુર પોલીસને બાતમી મળતાં પોલીસે ચાર ઈસમોઓને રૂપિયા 100 ના દરની 457 રૂપિયાની નોટ ઝડપી પાડી છે. પોલીસે નકલી નોટો સાથે ઉત્તર પ્રદેશના 4 ઈસમોની ધરપકડ કરી છે. નકલી નોટના આ ઉત્તર પ્રદેશના મેરઠથી આ સામાજિક તત્વો નકલી નોટો સાથે ગુજરાતમાં પ્રવેશ્યા હતા. જે બાદ કોઈપણ નાની દુકાન કે શાકભાજીની લારી પર જઈ તેઓ દસ રૂપિયાની વસ્તુ ખરીદતા હતા. જ્યારે બાકીના નાણાં લઈ ત્યાંથી નીકળી જતાં હતાં.

 

નકલી નોટ કૌભાંડ પર પાલનપુર પોલીસે વધુ તપાસ હાથધરી છે. નકલી નોટ છાપવાનું કૌભાંડ ક્યાં ચાલે છે. ગુજરાતમાં કેટલા જીલ્લાઓમાં તેમના સાથીદાર સક્રિય છે. ઉત્તર પ્રદેશના કયા વિસ્તારમાં આ નકલી નોટ છાપવામાં આવે છે. તેમજ સમગ્ર કૌભાંડ પાછળ કેટલા લોકો સંડોવાયેલા છે. આ તમામ મુદ્દા મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથધરી છે.

 

પ્રાથમિક તપાસમાં નકલી નોટ પધરાવાનું કૌભાંડ ગ્રામીણ વિસ્તારમાં મોટાપાયે ચાલી રહ્યું છે. ગામડાંની નાની દુકાનો પર વસ્તુઓ ખરીદવાના બહાને નકલી નોટ લોકોને પધરાવવામાં આવી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં આ નકલી નોટોના કૌભાંડમાં વધુ તથ્યો બહાર આવે છે તે જોવાનું રહેશે.

 

Download Our B K News Today App



Related News