બનાસકાંઠા જિલ્લામાં ત્રિપલ તલાક મામલે એક સરકારી અધિકારીને પાલનપુરની કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-06 10:34:32
  • Views : 306
  • Modified Date : 2022-05-06 10:34:32

બનાસકાંઠા જિલ્લામાં ત્રિપલ તલાક મામલે એક સરકારી અધિકારીને પાલનપુરની કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી

બનાસકાંઠા જિલ્લામાં ત્રિપલ તલાક મામલે એક અધિકારીને પાલનપુર ની કોર્ટે એક વર્ષની સજા ફટકારી હોવા ની ઘટના સામે આવી છે. એક પુત્રીની માતા ને તરછોડી ત્રણ વાત તલાક કહી અન્ય યુવતી સાથે લગ્ન કરનાર અધિકારીને કોર્ટે સજા ફટકારતા કોર્ટ પરિસરમાં સન્નાટો વ્યાપી ગયો હતો. જોકે ગુજરાતમાં કદાચ ત્રિપલ તલાક મામલે અધિકારીને સજા ફટકારી હોય તેઓ આ પ્રથમ કિસ્સો માનવામાં આવી રહ્યો છે . . .  . .

 

આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો વડગામ તાલુકાના જૂનીનગરી ના વતની સહેનાજબાનુ ના લગ્ન હેબતપુર ના વતની સરફરાજખાન બિહારી સાથે થયા હતા. તેમના લગ્નજીવન થી સાહેનાજ બાનુ ને એક પુત્રીનો જન્મ થયો હતો. ત્યારબાદ સરફરાઝખાનને દાંતીવાડા સિપુ નિગમમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. નોકરી દરમિયાન તેની સાથે ઓફિસમાં કામ કરતી હિન્દુ યુવતી દીપિકા રાઠોડ સાથે સરફરાજખાનને પ્રેમ થતા તેને લઈને નાસી ગયો હતો. તે સમયે પરિવારના સમજાવટથી સરફરાજખાન દીપિકા ને ભૂલી જશે તેમ કહી મામલો થાળે પાડયો હતો. પરંતુ ત્યારબાદ પણ સરફરાઝખાને દીપિકા સાથે સંબંધો રાખતા દીપિકાને એક પુત્રનો જન્મ થયો હતો. જેથી સહનાજબાનુએ વિરોધ કરતા સરફરાઝખાને તેને ગડદાપાટુનો મારમારી ત્રણવાર તલાક તલાક તલાક બોલી ઘરમાંથી કાઢી મુકી હતી. જે અંગે સહનાજબાનુએ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ પ્રોટેક્શન ઓફ એકટ મુજબની ફરિયાદ નોંધાવી હતી જે સમગ્ર કેસ પાલનપુર ની બીજી એડિશનલ કોર્ટમાં ચાલી જતા જજ બી.એસ દરજીએ તમામ બાબતો અને સરકારી વકીલ ની દલીલો ને ધ્યાને લેતા અને કેશ ની ગંભીરતા જોતા આરોપી સરફરાઝ ખાન બિહારીને એક વર્ષની સજા ફટકારી છે. કોઈ અધિકારીને ત્રિપલ તલાક મામલે સજા ફટકારી હોય તેવો ગુજરાત નો આ પ્રથમ કિસ્સો માનવામાં આવી રહ્યો છે,

સરકારે ત્રિપલ તલાકનો કાયદો લાવ્યા બાદ કદાચ કોઈ અધિકારી ની સજા થઈ હોય તેઓ ગુજરાતનો પ્રથમ કિસ્સો માનવામાં આવી રહ્યો છે ત્યારે  એક પુત્રીની માતા ને પતિ દ્વારા આપવામાં આવેલ ત્રાસ મામલે ન્યાય મળતાં તેને ન્યાયતંત્ર ની સાથે સાથે કાયદો લાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો પણ આભાર માન્યો હતો . . .  

Download Our B K News Today App



Related News