પાલનપુર ચિત્રાસણી આવ્યો મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો : બંને ટ્રક ચાલક વચ્ચે અકસ્માત થતાં ડ્રાઇવર અને ખલાસી ગંભીર રીતે ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-02 12:09:55
  • Views : 468
  • Modified Date : 2021-08-02 12:09:55

     બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની વણથંભી વણઝાર યથાવત જોવા મળી રહી છે જેમાં મોડી રાત્રે પાલનપુર આબુ હાઇવે વચ્ચે ચિત્રાસણી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ડ્રાઇવર અને ખલાસી ના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિક ના દ્રશ્યો જોવા મળ્યા હતા અકસ્માતની જાણ એલ એન્ડ ટી વિભાગ અને પોલીસને થતાં પોલીસ તેમજ એલ.એન્ડ.ટી વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરી હતી.

     પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામ નજીક હાઇવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માતમાં ડ્રાઇવર અને ખલાસી ટ્રકમાં ફસાઈ જતા સ્થાનિક તેમજ એલ એન્ડ ટી વિભાગના કર્મચારી સ્થાનિક પોલીસ ની મદદથી ડ્રાઇવર અને ખલાસીને ભારે જહેમત બાદ ટકો માંથી બહાર નીકળવામાં આવ્યા હતા જોકે ડ્રાઇવર અને તેના પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News