બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના કેસો વચ્ચે પાલનપુર સંપૂર્ણ બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-11 11:22:51
  • Views : 540
  • Modified Date : 2021-04-11 11:22:51

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સતત વધતા જતા કોરોનાવાયરસના કેસો વચ્ચે વેપારીઓએ સ્વયંભૂ બે દિવસ પાલનપુર બંધ રાખવાનો ર્નિણય લીધો હતો ત્યારે શનિવારે સવારથી જ પાલનપુરની તમામ બજારો બંધ જાેવા મળી હતી.
જિલ્લામાં સતત કોરોનાવાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં સૌથી વધુ કોરોનાવાયરસના કેસો ડીસા અને પાલનપુરમાં જાેવા મળી રહ્યા છે. લોકોના વધેલા સંક્રમણના કારણે હાલમાં  જિલ્લામાં રોજના સો જેટલા કેસો સામે આવી રહ્યા છે. જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોનાવાયરસના કેસોને અટકાવવા માટે શરૂઆત કરી દેવામાં આવી છે.
પાલનપુરમાં સતત વધેલા કોરોનાવાયરસના કેસોના કારણે હોસપોટ જાહેર કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં પણ  કોરોનાવાયરસ ના કેસો વધે તેવી શક્યતા હતી. ત્યારે આ તમામ બાબતોને ધ્યાને રાખી
પાલનપુર વેપારી એસોસિયેશન દ્વારા નગરપાલિકા સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં પાલનપુર શનિવાર અને રવિવારના રોજ બે દિવસ તમામ ધંધા-રોજગાર બંધ રાખવા જેથી લોકોનું સંક્રમણ ઘટે અને કોરોનાવાયરસના કેસોમાં ઘટાડો થઈ શકે, જે અંતર્ગત
શનિવારેે સવારથી જ પાલનપુરમાં લોકડાઉન જાેવા મળ્યું હતું.   તમામ બજારોમાં દુકાનો બંધ રહી હતી. ક્યાંકને ક્યાંક થોડી ઘણી દુકાનો ચાલુ હતી. પરંતુ મોટાભાગની તમામ દુકાનો બંધ થઈ હતી. રસ્તા પણ દુકાનો બંધ  હોવાના કારણે સૂમસામ જાેવા મળ્યા હતા. ત્યારે ચોક્કસથી કહી શકાય કે
પાલનપુર નાના વેપારીઓએ વધતા જતા કોરોનાવાયરસ ના કેસો ને અટકાવવા માટે જે બંધનું એલાન આપ્યું તો તેનું સમર્થન જાેવા મળ્યું હતું.

ડીસામાં સ્વયંભૂ બંધને મિશ્ર પ્રતિસા
ડીસામાં પણ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યું હતું. જેમાં
વેપારીઓનો મિશ્ર પતિસાદ જાેવા મળ્યો હતો. વેપારી એસોસિયેશન દ્વારા નગરપાલિકા સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શનિ રવિ સ્વયંભૂ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત શનિવારે અમુક વેપારીઓએ સ્વૈછિક પોતાની દુકાન બંધ કરી જ્યારે અમુક લોકોએ દુકાન ચાલુ જ રાખી હતી. ત્યારે ચોક્કસથી કહી શકાય કે ડીસામાં કોરોનાવાયરસના કેસોને અટકાવવા માટે જે બંધનું એલાન આપ્યું હતું તેનું મિશ્ર પતિસાદ જાેવા મળ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં ૧૦૧ નવા પોઝિટિવ કેસ
જિલ્લામાં શનિવાર કોરોનાએ પ્રથમવાર સદી ફટકારી છે. એક જ દિવસમાં ૧૦૧ નવા કેસ નોંધાયા હતા. જિલ્લામાં કોરોના વિસ્ફોટની સ્થિતિ જાેતા
વહીવટી તંત્રની આકરી કસોટી થઈ શકે તેમ છે.
 તમામ તાલુકામાં કોરોના સંક્રમણ ફેલાયું છે
 ત્યારે જરૂર હોય તો જ ઘર બહાર નીકળો.

Download Our B K News Today App



Related News