પાલનપુરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત : હનુમાન ટેકરી નજીક પશુની અડફેટે બાઈકસવાર યુવક ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-19 11:34:38
  • Views : 219
  • Modified Date : 2022-06-19 11:34:38

 

ફરતા પશુ થી વધુ એક યુવક ઘાયલ

 પાલનપુર હનુમાન ટેકરી નજીક ફરતા પશુની અડફેટે બાઈક સવાર યુવક ઘાયલ થતા નજીક ની હોસ્પિટલ ખસેડાયો

ફરતા પશુ ના પ્રશ્ન ને લઈ પાલિકા બેદરકાર કારણે શહેરી જનો મા રોસ

પાલનપુર હનુમાન ટેકરી પર રખડતા ઢોરની અડફેટે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે પાલનપુર નગરપાલિકાની બેદરકારીના કારણે રખડતા પશુઓ ને લઈ અનેક લોકોને ઇજા પહોંચી છે જેમાં આજે હનુમાન ટેકરી નજીક એક બાઈક સવાર ને રસ્તામાં ઉભેલા ઢોરો એ અડફેટે લેતા બાઈક સવાર યુવકને ગંભીર રીતે ઘાયલ થયો હતો ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે

અનેકવાર ફરતા પશુઓના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકને ઈજાઓ પહોંચી છે

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં પાલનપુર નગરપાલિકાની બેદરકારીના કારણે રખડતાં પશુઓનો કારણે અનેક વાહનચાલકો તેમજ રાહદારીઓ ને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અનેકવાર ફરતા પશુઓના કારણે કેટલાક રાહદારીઓ તેમજ કેટલાય વાહનચાલકોને ઈજાઓ પહોંચ તી હોઈ છે નગર પાલિકાની બેદરકારીને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડ છે જેવી જ ઘટના આજે પાલનપુર હનુમાન ટેકરી નજીક બની છે એક બાઈક સવાર હાઇવે પર થી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન ફરતા પશુઓએ બાઈક ચાલક યુવકને અડફેટે લેતા તને ગંભીર ઈજાઓ પહોંચી હતી આજુબાજુના લોકો દોડી પહોંચી બાઈક સવાર યુવક ઈજાગ્રસ્તને સરવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે આવી બનતી ઘટનાઓને લઈને શહેરીજનોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે

Download Our B K News Today App



Related News