પાલનપુર- આબુરોડ નેશનલ હાઈવે પર ઇકબાલગઢ પાસે પીકઅપ જીપ પલટી ખાતા ટ્રાફિક જામના દૃશ્યો સામે આવ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-25 11:12:14
  • Views : 279
  • Modified Date : 2021-05-25 11:12:14

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુર આબુરોડ નેશનલ હાઈવે પર મોડી રાત્રે પીક અપ જીપડાલાના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અમીરગઢથી વરીયાળી ભરીને પિકઅપ જીપડાલુ પાલનપુર તરફ જઈ રહ્યું હતુ. તે સમયે ઈકબાલગઢ મમતા હોટલ નજીક અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ફંગોળાઈને રોડ વચ્ચે પલટી મારી ગઇ હતી. જેને લઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દૃશ્યો સામે આવ્યા હતા.

    ઈકબાલગઢ મમતા હોટલ નજીક નેશનલ હાઇવે પર વરીયાળી ભરેલી પીકઅપ ગાડી ચાલકનું સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા પીકઅપ રોડ વચ્ચે પલ્ટી ખાઇ ગયું હતું. જેને લઇ ઈકબાલગઢ હાઈવે ઉપર ટ્રાફિક જામના દૃશ્યો સામે આવ્યા હતા. હાઈવે ઉપર અકસ્માત નેલઈ નેશનલ હાઈવે પર ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું. બનાવના પગલે એલએન્ડટી વિભાગ અને અમિરગઢ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ ગાડીને સાઈડમાં કરાવીને ટ્રાફિક ખુલ્લું કરાવ્યું હતું.

    વરીયાળી ભરેલુ પીકપ ડાલુ પલટી ખાતા ગાડીમાં વરીયાળીની બોરીઓ આજુબાજુના સ્થાનિક લોકોએ ઉઠાવીને રોડની બાજુમાં મૂકવામાં આવી હતી. જોકે રોડ વચ્ચે ગાડી પલટી ખાતા રોડ ઉપર વરિયાળી જ વારીયાળી પથરાઈ ગઈ હતી.

Download Our B K News Today App



Related News