અમીરગઢ તાલુકાના ઝાલરાથી - ખારા સુધીનો બિસ્માર રોડને પાકો બનાવવા ઉગ્ર માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-19 11:33:25
  • Views : 395
  • Modified Date : 2019-09-19 11:33:25

 બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં આવેલું ઝાલરા- કરજા ગામ આવેલું છે. જે તાલુકાનું અંતરિયાળ ગામ છે.  ચોમાસાની સિઝનમાં આ ગામના લોકોને તાલુકામથકે આવવું હોય તો પાલનપુરથી ઈકબાલગઢ થઈ અમીરગઢ આવવું પડે છે. આમ આ રૂટ ૭૦ થી ૮૦ કિ.મી સુધીનો થાય છે. જ્યારે ખારાથી અમીરગઢ સુધીનો  રસ્તો માત્ર ૩૦ કિ.મીનો થાય છે.  ચોમાસાની સિઝનમાં ગામલોકોને પ૦ કિ.મીનો વધુ વિસ્તાર કાપવો પડી રહ્યો છે. જેના કારણે આ વિસ્તારના ધો. ૮ થી ૧ર
સુધીના વિદ્યાર્થીઓને રસ્તો બંધ હોવાના કારણે અભ્યાસથી વંચિત રહેવાની ફરજ પડી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધતાલ થતું જાવા મળી રહ્યું છે.
આમ, સત્વરે
ઝાલરા - કરજાથી ખારા સુધીનો બિસ્માર રોડ પાકો બનાવવામાં આવે તો આ વિસ્તારના
સ્થાનિકો તેમજ વિદ્યાર્થીઓને પડતી હાલાકીઓ દૂર કરી શકાય તેમ છે.

Download Our B K News Today App



Related News