વળાદરથી ચાંગડા પાકો રસ્તો બનાવવા માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-25 12:10:57
  • Views : 525
  • Modified Date : 2019-07-25 12:10:57

થરાદ તાલુકાના વળાદર થી ચાંગડા ગામનું અંતર પાંચથી છ કી.મી.નું છે ત્યાં વર્ષોથી જુનો રસ્તો છે તે રસ્તો જુના વખતમાં ૧૮ હાથ પહોળો હતો. પરંતુ ખેતર માલિકો દ્વારા હાલમાં રસ્તો સાવ સાંકડો બનાવી દેવામાં આવ્યો છે. જેથી સામેથી આવતા વાહનને કોઈ માણસ કે પશુ પણ સાઈડ આપી શકતું નથી. આથી આ રેતાળ રસ્તાથી વાહનચાલકો અને ગ્રામજનો હેરાન પરેશાન છે ઘણી વખત આ રસ્તાને કારણે કોઈ ઈમરજન્સી બીમાર હોય કે કોઈ કામ હોય તો વાહન સ્પીડથી ચાલી શકતા નથી અને અકસ્માત થવાનો પણ વારંવાર ભય રહે છે. તેમજ આ રસ્તો બહુ રેતાળ બની ગયો છે. માટે આ રસ્તા પરનું દબાણ દૂર કરવા તેમજ રસ્તાને  પાકો બનાવવા ગ્રામજનોએ તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆતો પણ કરી છે. આ બાબતે ચાંગડા ગામના સરપંચ મકવાણા દાનાભાઈ તથા પૂર્વ સરપંચ ભગવાનભાઈ રબારીએ પંચાયતનો ઠરાવ કરી તેમજ મૌખિક અને લેખિતમાં તંત્રને પણ જાણ કરેલ છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ  ધ્યાન દોરવામાં આવ્યું નથી તો લાગતા વળગતા અધિકારીઓ તેમજ
પદાધિકારીઓ ખાસ રસ લઈ આ રસ્તાનું તાત્કાલિક દબાણ દૂર કરાવે તેમજ પાકો રસ્તો બનાવે તેવી ચાંગડા વળાદર, કમાળીના સમસ્ત ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News