હોળીના તહેવારને હજુ તો વાર છે થરાદ પંથકના ખેડૂતે તૈયાર પાકની હોળી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-08 10:51:11
  • Views : 255
  • Modified Date : 2021-03-08 10:51:11

થરાદ પંથકમાં શિયાળાની સિઝન પુરી થતાં માર્કેટયાર્ડમાં જીરુ, રાયડો, એરંડાની આવક ચાલુ થઈ છે. પંરતુ થરાદ
પંથકમાં ઘણા ખેડૂતોને શિયાળા સિઝનમાં જીરાના પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે. આ
નુકસાન થતાં ખેડૂતોમાં હતાશા જાેવા મળી હતી. થરાદ તાલુકાના એક ખેડૂતે  પોતાના ત્રણ એકરમાં ઉભેલા જીરાના
પાકની કાપણી કરી આગ લગાવી દીધી હતી.
થરાદ તાલુકાના લેડાઉ ગામના પોપટજી ઠાકોરે તેમના ખેતરમાં જીરાની ખેતી કરી હતી. પરંતુ પહેલા લોકડાઉન અને ત્યારબાદ જીરાના પાકમાં આવેલા રોગને પગલે તેમનો તમામ પાક નિષ્ફળ રહ્યો હતો. ગત વર્ષે લોકડાઉનના લીધે જીરામાં મોટું નુકશાન થયું હતું.  ત્યારબાદ આ વર્ષે નવી આશાએ પોપટજી ઠાકોરે જીરાની ખેતી કરી હતી. પરંતુ તેમના નસીબ આ વર્ષે પણ કઠોર સાબિત થયા હતા. આ વર્ષે તેમના ખેતરમાં કરવામાં આવેલા જીરાના વાવેતરમાં રોગ આવતા તેમના પાકને મોટું નુકશાન થયું હતું. વારંવાર નુકશાન સહન કર્યા બાદ પોપટજી ઠાકોર વ્યાકુળ થઈ ગયા હતા અને તેમના જ ખેતરમાં જીરાના પાકની હોળી કરી હતી. જ્યારે તેમના પાકની હોળી કરી રહ્યા હતા ત્યારે તેમની આંખોમાં જળજળિયા આવી ગયા હતા.

Download Our B K News Today App



Related News