ભીલડી પંથકમાં સતત વરસાદી માહોલથી ખરીફ સીઝનના પાકને નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-20 12:03:23
  • Views : 398
  • Modified Date : 2020-10-20 12:03:23

ભીલડી પંથકમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળતા ખેડૂતોના જીવ પડીકે બંધાયો છે. બે દિવસ અગાઉ પડેલા વરસાદી ઝાપટાએ ખેડૂતોના
પાકને મોટાપાયે નુકસાન કર્યું હતું. ત્યારે ફરીથી ખેડૂતોને માથે
આકાશી આફતને લઇ ખેતરમાં
પડેલા પાકમાં નુકસાન થયું છે. સોમવારના બપોરના સમયે વરસાદી ઝાપટું પડતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સતત વરસાદને લઇ ખેતીના પાકનો સોથ વળી ગયો છે. હવામાન વિભાગ દ્વારા આપેલી આગાહીના પગલે ભીલડી માર્કેટયાર્ડમાં ખેડૂતોને મગફળીની માલની હરાજી પણ કરવામાં આવી ન હતી. બે દિવસ અગાઉ પડેલા વરસાદના કારણે દસ હજાર બોરી પલળી ગઈ હોવાથી માલનો પૂરતો નિકાલ થયો ન હતો. જેથી ભીલડી માર્કેટયાર્ડમાં મગફળીની ખરીદી કરવામાં આવી ન હતી. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને
વ્યાપક નુકસાન થયાનો અંદાજ છે.

Download Our B K News Today App



Related News