સરેરાશ ૯૨ ટકા વરસાદ વરસતા ગાંધીનગર જિલ્લામાં મગફળી અને દિવેલાના પાકમાં વિક્રમજનક વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 11:55:51
  • Views : 402
  • Modified Date : 2020-08-31 11:55:51

ગાંધીનગર જિલ્લામાં આ વર્ષે સરેરાશ ૯૨ ટકા વરસાદ વરસતા ખેતીમાં મગફળી અને દિવેલાાના
પાકોમાં વિક્રમ જનક વધારો જોવા મળ્યો છે જે ગયા વર્ષની સરખામણીમાં ઘણો સારો કહી શકાય તેમ છે. તથા આ વર્ષે થયેલા સરેરાશ ૯૨ ટકા વરસાદને કારણે ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે. જિલ્લામાં આ વર્ષે ખરીફ પાકોનું કુલ વાવેતર ૧૨૬૯૭૫ હેક્ટરમાં થયું છે. જે છેલ્લા ત્રણ વર્ષના આંકડાની નજીક છે. ખેતી નિષ્ણાતો દ્વારા એવુ કહી શકાય સરેરાશ વાવેતરમાં વરસાદ સારો પડવાને કરાણે વધારો થયો છે.
ગાંધીનગર જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકામાં કુલ ૪૧૮૫૯, ગાંધીનગર ૩૨૦૬૦, કલોલ ૨૯૫૭૪ અને માણસામાં ૨૬૪૬૨ હેક્ટર વિસ્તારમાં આવેતર થયાની સાથે ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૨૯૯૫૫ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જેમાં આ વખતે દિવેલાનું વાવેતર જિલ્લામાં ૨૨૨૭૪ હેક્ટર વિસ્તારમાં થયું છે. જેમાં દહેગામ તાલુકામાં ૯૨૪૪, ગાંધીનગર ૪૩૩૮, કલોલમાં ૫૦૦૯ અને માણસામાં ૩૬૮૩ હેક્ટરમાં વાવેતર થયું છે. જે અગાઉના વર્ષો કરતા ઘણું સારૂ કહી શકાય તેમ છે.
ગાંધીનગર જિલ્લા ખેતીવાડી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદ સારો રહેવાને કારણે જિલ્લામાં આ વખતે મગફળીનું વાવેતર પણ આ સારૂ કહી શકાય તેમ છે. તમામ ખરીફ પાકો જેવા કે, ડાંગર, બાજરી,જુવાર, મકાઈ, તુવેર મગ, મઠ, અડધ મગફળી, તલ, દિવેલા, સોયાબીન, કપાસ તમાકુ અને ગુવારનું સારા પ્રામાણમાં વાવેતર થયું છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૩૫૫૫ હેક્ટર વિસ્તારમાં શાકભાજી તથા ૩૮૯૯૩ હેક્ટર વિસ્તારમાં ઘાસચારાનું વાવેતર થયું છે.

Download Our B K News Today App



Related News