પાકિસ્તાન ‘આતંકવાદીઓનો એક્સપોર્ટર’, ભારતે ફરી પાકિસ્તાનની કરી બોલતી બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-14 16:31:29
  • Views : 589
  • Modified Date : 2023-03-14 16:31:29

પાકિસ્તાને વારંવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે ફરી એકવાર તેને વળતો જવાબ આપ્યો છે. બહેરીનમાં 146મી ઈન્ટર પાર્લામેન્ટરી યુનિયન (IPU) એસેમ્બલીમાં, ભારતે પાકિસ્તાનને આતંકવાદીઓના એક્સપોર્ટર તરીકે કહ્યું છે અને કહ્યું કે પાકિસ્તાનનો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પર કોઈ અધિકાર નથી.

એસેમ્બલીમાં રાઈટ ટુ રિપ્લાયનો ઉપયોગ કરીને ભારતે કહ્યું કે, પાકિસ્તાને આ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે. ANIએ બીજુ જનતા દળ (BJD)ના પ્રવક્તા સસ્મિત પાત્રાને પાસે મળેલ જાણકારીના આધારે કહ્યું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાને તેના નિવેદનમાં ફરી એકવાર ભારતના અભિન્ન અંગ જમ્મુ અને કાશ્મીરનો ઉલ્લેખ કરવા માટે આ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે. જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. પાત્રા એસેમ્બલીમાં હાજરી આપવા માટે બહેરીન ગયા હતા.

રાજ્યસભાના સદસ્ય સસ્મિત પાત્રાએ ટ્વીટ કર્યું કે, ભારતે આજે બહેરીનમાં 146મી ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU) એસેમ્બલીમાં પાકિસ્તાનની ટીકા કરી. એસેમ્બલીમાં પાકિસ્તાને કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. ભારતે પણ રાઈટ ટુ રિપ્લાય દ્વારા પાકિસ્તાનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો હંમેશાથી ભારતનો અભિન્ન ભાગ છે અને રહેશે. કોઈ પણ દેશ તેના રેટરિક અને પ્રચાર દ્વારા આ હકીકતને ખતમ કરી શકશે નહીં. પાકિસ્તાનને ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. અમે વારંવાર પાકિસ્તાન દ્વારા બળજબરીથી કબજે કરાયેલા ભારતીય વિસ્તારને ખાલી કરવાની હાકલ કરી છે.

પાત્રાએ કહ્યું કે, આ વિડંબના છે કે જે દેશ આતંકવાદીઓ એક્સપોર્ટર તરીકે જાણીતો છે અને જમ્મુ અને કાશ્મીરની સરહદ પર અસંખ્ય વખત આતંકવાદી હુમલાઓ કરવા માટે જવાબદાર છે, તે માનવાધિકારને સમર્થન આપવાનો દાવો કરી રહ્યો છે. એક દિવસ પહેલા પાકિસ્તાનના વિદેશી મંત્રી બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે, પાકિસ્તાન કાશ્મીરનો એજન્ડા સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.

વિશ્વભરમાંથી મદદ લીધા બાદ પાકિસ્તાન હવે રશિયાની મદદથી પોતાનો જીવ બચાવવાની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાન રશિયા પાસેથી સસ્તામાં રશિયન ક્રૂડ ઓઈલ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને કાચા તેલની કિંમત પ્રતિ બેરલ $50 સુધી હોય, જે તેને રોકડની સમસ્યા તેમજ મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરશે. જો કે, એ મહત્વનું છે કે, કાચા ક્રૂડ ઓઈલની કિંમત પણ રશિયન ઓઈલ પર $60ની રશિયન ક્રૂડ ઓઈલ પ્રાઈસ કેપ કરતા બેરલ દીઠ $10 ઓછી છે.

Download Our B K News Today App



Related News