પાકે. LoC પર 2000 સૈનિકો તૈનાત કર્યા, ભારતીય સેના અલર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-10 12:32:49
  • Views : 516
  • Modified Date : 2019-10-10 12:32:49

કાશ્મીર સમસ્યા પર આંતરરાષ્ટ્રીય અપમાનનો સામનો કરી રહેલું પાકિસ્તાન હવે યુદ્ધ માટે ઢોલ વગાડી રહ્યું છે. પરમાણુ યુદ્ધની ધમકી આપ્યા બાદ હવે પાકિસ્તાને નવા દાવપેચ કરતાં સીમા પાસે આવેલા બાઘ અને કોટલી સેક્ટરમાં 2000 થી વધારે સૈનિકોને તૈનાત કર્યા છે. આ સ્થાન LOCની પાસે પાક અધિકૃત કાશ્મીરમાં સ્થિત છે. 

ભારતીય સેનાના સૂત્રઓ જાણકારી આપતાં જણાવ્યું કે આ સૈનિકોને બેરકોથી નિકાળીને LOCના 30 કિલોમીટરની અંદર તૈનાત કરવામાં આવ્યા છે. ભારતીય સેના પાકિસ્તાનની આ મૂવમેન્ટ પર નજીકથી નજર રાખી રહ્યા છે. પાકિસ્તાને આ પગલું એવા સમયે ભર્યું છે જ્યારે એના આતંકી સંગઠન લશ્કર એ તૈયબા અને જેશ એ મોહમ્મદે સ્થાનિક અને અફઘાનોની મોટા પાયે ભરતી કરવાનું શરૂ કરી દીધું છે. 

જાણવા મળ્યું છે કે પાકિસ્તાને પહેલાજ ગિલગિત બાલિસ્તાનમાં સ્થિત સ્કર્દૂ એરપોર્ટ પર પોતાના જેએફ 17 યુદ્ધ વિમાનોને તૈનાત કરી દીધા છે. આ એરપોર્ટ લદાખથી નજીક છે. ભારતીય ગુપ્ત એજન્સીઓ પાકિસ્તાની સેનાની આ ગતિવિધિઓ પર કડક નજર રાખી રહ્યા છે.

સૂત્રો અનુસાર તણાવની વચ્ચે પાકિસ્તાની સેના લદાખની નજીક સ્થિત પોતાની અગ્રિમ ચોકીઓ પર ભારે હથિયાર અને સૈન્ય સામાનને એકત્રિત કરી રહી છે. પાકિસ્તાની વાયુસેનાના ત્રમ સી 130 હરક્યૂલસ પરિવહન વિમાનોએ સૈન્ય સામાનને ગિલગિત બાલિસ્તાનમાં સ્કર્દૂ એરપોર્ટ પર પહોંચાડ્યો. 

સૂત્રો અનુસાર પાકિસ્તાને અગ્રિમ મોર્ચા પર જે સામાન પહોંચાડ્યો છે એનો ઉપયોગ યુદ્ધ દરમિયાન લડાકૂ વિમાનોની મદદ માટે કરવામાં આવે છે. 

પાકિસ્તાન દ્વારા કોઇ પણ સંભાવિત ખતતરાને જોતા ભારતીય સેના અને વાયુસેના પણ પૂરી રીતે તૈયાર છે. ભારતની ગુપ્ત એજન્સીઓ પાકિસ્તાનની દરેક હરકત પર નજર રાખી રહ્યા છે. સીમા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સેના, વાયુસેના અને નૌસેના પોતાની તાકાતમાં સતત વધારો કરી રહી છે. 



Download Our B K News Today App



Related News