ધાનેરા પોલીસે અમદાવાદથી બે પ્રેમી પંખીડાઓને પકડી લીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-27 11:21:52
  • Views : 6343
  • Modified Date : 2019-11-27 11:21:52

ધાનેરા તાલુકાના પેગીયા ગામેથી થોડાક મહિનાઓ
પહેલાં એક યુવતિને ભગાડી જવાની ફરિયાદ ધાનેરા પોલીસ મથકે નોંધાઇ હતી. પરંતુ કોઇ તપાસ ન થતાં તે કેસ પડી રહ્યો હતો પરંતુ નવા પોલીસ
ઇસ્પેક્ટરે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આવા ભાગી ગયેલા લોકોની શોધખોળ ચાલુ કરતા પોલીસે અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી આ પ્રેમી
પંખીડાઓને ઝડપી પાડ્‌યા હતા અને ધાનેરા પોલીસ મથકે લાવી જેલના હવાલે કર્યા હતા.
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણકુમાર દુગ્ગલની રાહબરી હેઠળ ધાનેરા
પો.સ્ટેશનમાં દાખલ વણઉકેલાયેલ ગુનાઓ શોધવા માટેની સૂચનાથી ધાનેરા પોલીસ ઇસ્પેકટર જે.બી.ચૌધરીએ ધાનેરા પોલીસ મથકના
એવા ગુનાઓ બાબતે
જાણકારી મેળવી હતી અને આવા ગુનાઓનું લિસ્ટ મેળવીને આ બાબતે તપાસ હાથ ધરતાં ધાનેરા  ફસ્ટ ગુ.ર.નં. ૮૯/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬,૧૧૪ મુજબનો ગુનો વણશોધાયેલ હોઇ. જેથી આ બાબતે પો.ઇન્સ. જે.બી.ચૌધરીએ ગુનો ઉકેલવા આધુનીક ઢબે માસ ડેટા એનાલીસીસ કરી ટેકનીકલી માહિતીના આધારે અમદાવાદના ઓઢવ વિસ્તાર ખાતે પેગીયા ગામની યુવતિની ભાણ ચોક્કસ પુરાવા મળતાં ખાનગી રાહે ધાનેરાથી પોલીસની ટીમને અમદાવાદના ઓઢવ ખાતે મોકલી હતી. ત્યાં જે યુવતિના પરિવારજનોએ ફરિયાદ આપી હતી તે ભોગ બનનાર યુવતિ તેમજ બે આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા અને ત્રણેને ધાનેરા પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા. અને (૧) વાહજીભાઇ પોપટજી ઠાકોર (૨) શંકરભાઇ ધોખાભાઇ ઠાકોર બન્ને રહે. પેગીયા તા. ધાનેરા વાળાઓની સામે ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(૨)જે.એન,૧૧૪ તથા પોક્સો કલમ ૪,૬,૮,૧૭ મુજબ અટક કરી પરત લાવી જેલ હવાલે કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News