ગઢ પંથકમાં પાછોતરા વરસાદે જુવારના પાકનો દાટ વાળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-17 11:35:12
  • Views : 428
  • Modified Date : 2019-11-17 11:35:12

બનાસકાંઠાના ગઢ પંથકમાં પાછોતરા કમોસમી વરસાદથી જુવારના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યુ છે અને ઘાસચારો અને જુવારના બિયારણ પણ ન નીકળે તેવી
પરિસ્થતિ ઉભી થઈ છે. જેથી સમગ્ર વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય થવા પામી છે. સતત ચોમાસુ સીઝન પણ નિષ્ફળ જવાથી એક પણ રૂપિયાનું ઉત્પાદન થયુ નથી. ખેડાઈ, બિયારણ, અને ખાતરના મસમોટા પ્રમાણમાં નાણા ચૂકવવાના થતા હોઈ ખેડૂતોની સ્થિતી બિચારા બની જવા પામી છે અને થોડી ઘણી આશા હતી. જુવારના પાક પર પરંતુ એ પણ દિવાળી બાદના કમોસમી વરસાદે આશાઓ પર પાણી ફેરવી દીધુ છે. એક બાજુ શિયાળુ પાકમાં રાઈ અને રાજગરાનું વાવેતર કર્યુ હતુ. પરંતુ વરસાદના કારણે એ પાકમાં પણ ભાગ પડતાં ખેડૂતોને જીવવુ મુશ્કેલ થયુ છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સહાય માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ અમારા વિસ્તારમાં ખેતીવાડી વિભાગ દ્વારા કોઈ જ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો નથી અને ખેડૂતોની વ્યથા સાંભળવા વાળુ કોઈ નથી. ત્યારે સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ગઢ પંથકના ખેડૂતોનું હિત વિચારી સરકારી અધિકારીઓની ટીમ દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરાવે તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News