સુઇગામના કાણોઠી ગામે ખેડૂતે ખેતરમાં જ પાક સળગાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-16 11:23:57
  • Views : 621
  • Modified Date : 2019-11-16 11:23:57

સુઇગામ તાલુકાના કાણોઠી ગામના ખેડૂતે ખેતરમાં કાપણી કરેલ બાજરી, તલ, મગ,ગવારના પાકમાં ગત બુધવારે વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદથી
 પલળી જતાં સડી ગયો હતો. જે પાકને ખેડૂતે શુક્રવારે ખેતરમાં જ સળગાવી નાખ્યો હતો. કુદરતી આફત કમોસમી વરસાદમાં સરહદી વિસ્તારના ખેડૂતોને ખુબ જ મોટા પાયે નુકસાન થયુ છે,જેના લીધે ખેડૂતોના પાકનો સફાયો થતાં મોટાભાગના ખેડૂતોની સિઝન નિષ્ફળ જતાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
દિવાળી પહેલાં થયેલા કમોસમી વરસાદથી ખરીફ
પાકોને મોટાપાયે નુકસાન થયું હતું. બાદ ૧૩ નવેમ્બરે વાવાઝોડા કરા સાથે પડેલા ભારે વરસાદમાં સરહદી
સુઇગામ-વાવ તાલુકામાં કુદરતી કહેરથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગત બુધવારની રાત્રીએ વાવાઝોડા, કરા સાથે ખાબકેલા વરસાદથી ખેતરોમાં ઉભા પાકને રગદોળી નાંખતા દિવેલા,જુવારના પાકો ભાગીને ભુક્કો થઈ ગયા છે. જ્યારે ગવાર,મગ,તલ જેવા
 પાકોમાં મોટું નુકસાન થયુ છે. જેમાં કાણોઠી ગામના ખેડૂત અમરતભાઈ અજાભાઈ ચૌધરીએ ૨૦ વિઘાના ખેતરમાં બાજરી,ગવાર, તલ,મગ વિગેરે પાકોનું વાવેતર કર્યા બાદ બે દિવસ પહેલા પાકની કાપણી કરેલ. પરંતુ ગત બુધવારે ખાબકેલા વરસાદમાં ખેતરમાં કાપણી કરેલ પાક પલળી ગયેલ અને પાણીમાં સડી જતાં ખેડૂતે ના છૂટકે શુક્રવારે સડી ગયેલ
પાકોને સળગાવી મુકવાની નોબત આવી હતી.
 દુઃખી હદયે પોતાના ખેતરમાં બાળકની જેમ માવજત કરી ઉછેર કરેલ ખેતીપાકોને પોતાના જ હાથે સળગાવવો પડ્‌યો હતો. પીડિત ખેડૂતે ખિન્ન હૃદયે જણાવ્યું હતું કે કુદરતી કહેરથી ખેતરના
પાકનો સંપૂર્ણ નાશ થતાં આખા વર્ષની સિઝન ફેઈલ થઈ ગઈ છે. સરકાર દ્વારા પાક નુકસાન સામે મારી સાથે અન્ય ખેડૂતોને પણ વળતર ચૂકવે એવી રજૂઆત છે.

Download Our B K News Today App



Related News