અમીરગઢ વિસ્તારમાં ધુમ્મસ છવાતા પાક બગડવાની દહેશત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-11 11:09:46
  • Views : 299
  • Modified Date : 2021-01-11 11:09:46

બનાસકાંઠા જિલ્લાના અતિપછાત વિસ્તાર અમીરગઢમાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ધારિત છે હાલમાં છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું અને ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેતા ખેડૂતો ઉપર પણ ચિંતાના ઘોર વાદળાં છવાઈ ગયેલ છે. આવા વાતાવરણ વચ્ચે જાે એકાદ માવઠું થઇ જાય તો આ વિસ્તારના ખેડૂતો પાયમાલ થઈ જાય તેમ હોવાથી ખેડૂતો આકાશ અને પોતાના પાક સામેજ મીટ માંડી બેઠા છે. હાલમાં બટાકા, જીરું, વરિયાળી જેવા પાકો આ વિસ્તારમાં
પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયેલ છે. પરંતુ વાતાવરણમાં પલટો આવેલ હોવાથી માવઠાની અસર વર્તાય તેમ હોવાથી ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયેલ છે. પહેલા તીડનો પ્રકોપ બાદમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો લગાતાર નુકસાન વેઠી રહ્યા છે. જાે આવા ધુમ્મસ ભર્યા વાતાવરણમાં એકાદ માવઠું થાય તો ખેડૂત બિલકુલ પાયમાલ થઈ જાય તેમ હોવાથી માવઠું ન થાય તે માટે કુદરતને પ્રાર્થના કરી રહ્યા છે.  છતાં પણ જાે કુદરત દયાહીન થઈ રૂઠે તો પછી કોને ફરિયાદ કરવી ?

Download Our B K News Today App



Related News