પાયોનિયર સ્કૂલ નીટ ર૦૧૯ રેગ્યુલર વિદ્યાર્થીઓ પરીણામમાં પાટણ જિલ્લામાં નંબર - ૧

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-07 11:21:00
  • Views : 428
  • Modified Date : 2019-06-07 11:21:00

પાટણ સ્થિત એક માત્ર ગ્રીન કેમ્પસ એવા પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સે પોતાની
ગૌરવવંતી પરંપરા જાળવી સમગ્ર જિલ્લામાં નીટમાં પ્રથમ સ્થાન મેળવી અનેરી સિધ્ધી પ્રાપ્ત કરેલ છે.
ચાલુ વર્ષે ર૦૧૯ માં ધોરણ- ૧ર સાયન્સ બી ગ્રુપના વિદ્યાર્થીઓની નીટની  પરીક્ષા લેવાઈ હતી. જેમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ મેડીકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવા પાત્ર બને છે. જેનું પરીણામ પ જૂન ર૦૧૯ ના રોજ ઓનલાઈન જાહેર થયું. જેમાં પ્રતિવર્ષની જેમ  આ વર્ષે પણ કે.સી.પટેલ વિદ્યાસંકુલ સંલગ્ન પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ જળહળતી સફળતા મેળવી પરિવાર તથા
 વિદ્યાસંકુલને ગૌરવ અપાવ્યું છે. જેમાં પાયોનિયર હોસ્ટેલમાં રહીને ધોરણ ૧૧ અને ૧ર સાયન્સનો રેગ્યુલર અભ્યાસ કરવાની સાથે નીટની પરીક્ષા આપેલી. જેમાં ૭ર૦ માંથી પ૭પ ગુણ પ્રાપ્ત કરી રાઠોડ કાળુસિંહ અનોપજી મૂળગામ બેવટા તા.થરાદ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવેલ છે. આ ઉપરાંત પટેલ હેત રોહિતભાઈ શાળામાં પપ૪ ગુણ સાથે બીજા તથા પટેલ જય હરેશભાઈ પપર ગુણ સાથે શાળામાં ત્રીજુ સ્થાન મેળવેલ છે. આ ઉપરાંત ૪૦૦ ગુણથી પણ વધુ ગુણ પ્રાપ્ત કરનાર આશરે ૧૯ વિદ્યાર્થીઓ છે.
આ તમામ ઉતિર્ણ  થનાર વિદ્યાર્થીઓને શાળાના પ્રિન્સિપાલ નરસિંહભાઈ પટેલ, વા.પ્રિ. હિતેન્દ્રભાઈ પટેલ, તથા રસાયણ
વિજ્ઞાનના એસ.ઓ.ડી. ડો તુષારભાઈ પટેલ, સેકન્ડરીના પ્રિન્સિપાલ અશોકભાઈ પટેલ તથા પાયોનિયર સ્ટાફે તમા વિદ્યાર્થીઓનું મો મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સસ્થાના ચેરમેન કે.સી.પટેલ તથા ટ્રસ્ટી વિકાસભાઈ પટેલે તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી પોતાના લક્ષ્યને સિદ્ધ કરે તેવા આશીર્વાદ આપી શુભકામનાઓ પાઠવી હતી.

Download Our B K News Today App



Related News