કોન્ટ્રાકટરની બેદરકારીથી તાજેતરમાં નવિન નાખેલ પાઈપલાઈન ઠેર ઠેર લીકેજ થઈ ગઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-09 12:38:00
  • Views : 442
  • Modified Date : 2019-10-09 12:38:00

સરહદી વાવ તાલુકાના યાત્રાધામ ઢીમામાં તાજેતરમાં ગામની આંતરિક પીવાના
પાણીની પાઈપલાઈન ખરાબ થતાં કોન્ટ્રાક્ટર દ્વારા લાખ્ખો રૂપિયાના ખર્ચે નવિન નાખવામાં આવી છે. ત્યારે આ પાઈપલાઈન એકદમ હલકી કક્ષાની હોય તેમ એક જ જગ્યાએ રીપેરીંગ કર્યા પછી તરત જ ફાટી જાય છે. તો વળી ગામનો મુખ્ય રસ્તામાં ત્રણ ફૂટ પાણી ભરાઈ જવાથી વાહનચાલકો ભારે ત્રસ્ત થયાં છે. પીવાના પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો છે ત્યારે સત્વરે આ પાઈપલાઈન રીપેરીંગ કરાવી જાહેર રસ્તાનું સમારકામ કરાવે તેવી માંગ ઉઠી છે.
યાત્રાધામ ઢીમાની ગ્રામપંચાયતને દર વર્ષે સફાઈ માટેની રૂ એક લાખની ગ્રાંટ મળે છે. તો વળી આ ગ્રાંટમાંથી આજદિન સુધી એકપણ વખત સફાઈ કરવામાં આવી નથી. તો વળી ગામની શેરીએ શેરીએ રોડ કરનારી ગ્રામપંચાયતને ઢીમા ભોરોલ જવાનાં મુખ્યમાર્ગમાં અને ઢેમેચાવાસના નાકા પાસે પીવાના પાણીની પાઈપલાઈન ફાટી જવાથી શાળાએ જતાં બાળકો સહિત ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે ગ્રામપંચાયત દ્વારા આ પાઈપલાઈન રીપેરીંગ કરાવી ઝીણી મેંટલ નાખવામાં આવે જેથી કાદવ કીચડ થાય નહિ તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News