યાત્રાધામ ઢીમામાં લાખ્ખો રૂપિયાનાં ખર્ચે નાંખેલ પીવાના પાણીની પાઈપલાઈન રીપેરીંગ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-16 12:10:39
  • Views : 392
  • Modified Date : 2019-10-16 12:10:39

સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ગામની આંતરિક પીવાના
પાણીની પાઈપલાઈન થોડાં સમય પહેલા નવીન નાંખવામાં આવી હતી. ત્યારે લાખ્ખો
રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલ પીવાના પાણીની પાઈપલાઈનમાં ઠેર ઠેર ભંગાણ સર્જવાથી ઠાકોરવાસ નજીક રસ્તામાં કાદવ કીચડ થવાથી વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો અને રાહદારીઓને નીકળવું
પણ મુશ્કેલ બન્યું હતું ત્યારે બી.કે.ન્યૂઝમાં ૯ મી ઓક્ટોમ્બરના રોજ "કોન્ટ્રાક્ટર દ્વારા લાખોની ગ્રાંટથી
પાઈપલાઈન નંખાઈ હતી, હવે રીપેરીંગ ક્યારે  ? ઢીમામાં
પાણીની પાઈપલાઈન લિકેજ થતાં રસ્તા પર ગંદકી" શીર્ષક હેઠળ આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવતાં પાઈપલાઈન રીપેરીંગની કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી.
જગપ્રસિદ્ધ યાત્રાધામમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાંટ યાત્રાધામને સ્વચ્છ રાખવા માટે મળે છે. ત્યારે આ ગ્રાન્ટનો આજદિન સુધી ગ્રામપંચાયત દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો જ નથી. ત્યારે ગ્રામજનોની માંગ છે કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આવી
ગ્રામપંચાયતોને ગ્રાંટ ફાળવે નહિ.  નવિન નાંખવામાં આવેલ પીવાના પાણીની
પાઈપલાઈનમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. અને કામની ક્વોલિટી પણ સારી નહિ હોવાથી પાણી
પુરવઠા નિગમ દ્વારા પણ આવા કોન્ટ્રાક્ટરો સામે સત્વરે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News