કોરોનાના કહેર વચ્ચે પાલનપુરમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-08 12:15:33
  • Views : 952
  • Modified Date : 2020-05-08 12:15:33

કોરોનાના કહેર વચ્ચે પાલનપુરમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હોવાની ઘટના સામે આવી છે. પાઇપલાઇન લીકેજ થતા જ હજારો લીટર પાણી વેડફાયુ હતું.
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં માનસરોવર ફાટક પાસે પીવાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ધરોઈ ડેમમાંથી પાલનપુર શહેરને આપવામાં આવતા પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને ભંગાણની જગ્યાએ પાણી વેડફાતા તળાવ ભરાઈ ગયું હતું. જોકે સ્થાનિક લોકોએ જાણ કરવા છતાં પણ કોઈ જ અધિકારી ના ફરકતા લાખો લીટર પાણીનો બગાડ થયો હતો. એક તરફ બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં પાણીની અછતના કારણે વિકટ પરિસ્થિતિ બની છે. ત્યારે બીજી તરફ અધિકારીઓની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ ચાલુ રહેતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો.

Download Our B K News Today App



Related News