યાત્રાધામ ઢીમામાં પ્રા.શાળા પાસે પાઈપલાઈનમાં ભંગાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-29 11:51:14
  • Views : 454
  • Modified Date : 2019-06-29 11:51:14

સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં ઠેર ઠેર પીવાના પાણીની પાઈપલાઈન લીકેજ થવાથી પીવાના પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે. તો વળી ગ્રામપંચાયત દ્વારા જાહેર રસ્તાઓ પર ગંદકી કરતાં લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે ઢીમા પ્રા.સેન્ટર શાળા નજીક વીજ ડીપી પાસે પીવાના
પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતાં શાળાએ જતાં બાળકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે.  સત્વરે પીવાના પાણીની
પાઈપલાઈનનું રીપરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વાવ તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાએ જિલ્લાનું બીજા નંબરનું યાત્રાધામ ગણાય છે. તો વળી દર મહિને લાખ્ખો યાત્રાળુઓ ભગવાનના દર્શનાર્થે આવે છે. ત્યારે આ યાત્રાધામ દોઢ વર્ષથી ધણી ધોરી વિનાનું થયું છે. ત્યારે સરપંચ છેલ્લાં દોઢ વર્ષથી પાલનપુર ખાતે સ્થાયી થઈ જતાં ગામનો વિકાસ અટક્યો છે.  ગામના લોકોને
પણ કોઈ સરકારી કામકાજ હોય તો મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે સરપંચ દ્વારા સ્વૈચ્છીક રાજીનામુ આપી દઈ બીજા ઉમેદવારને તક આપવી જોઈએ તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે ગામના વિકાસ માટેની લાખ્ખો રૂપિયાની ગ્રાંટ માત્ર આરસીસી રોડમાં જ વપરાઈ છે. અને એ રોડ માત્ર ૬ માસમાં તૂટી ગયા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવા સરપંચને દૂર કરે તેવી સમયની માંગ છે.

Download Our B K News Today App



Related News