કાંકરેજ તાલુકામાં થરા સહિત આજુબાજુના વિસ્તારમાં પહેલા નોરતે ધોધમાર વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-30 11:47:28
  • Views : 437
  • Modified Date : 2019-09-30 11:47:28

બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારના કાંકરેજ તાલુકામાં સીઝનનો વરસાદ બહુ વરસ્યો નથી. છતાં અવાર-નવાર વરસાદી ઝાપટાએ બોર નહેરના પાણીથી કૃષિ પાકો મહામહેનતે તૈયાર કર્યા છે. ભાદરવા પછી મેઘરાજા ખામૈયા કરશે તેવી આશા પર પાણી ફરી વળ્યું છે. શનિવારથી કાંકરેજ તાલુકાના થરા સહિત આજુ બાજુના વિસ્તારમાં સવારે ચાર- સાડા ચાર વાગ્યાથી જ ઝરમર વરસાદ ચાલુ થયો હતો. જે લગભગ એક બે વાગ્યા સુધી રહ્યો હતો. થોડો ઉઘાડ નિકળતા પ્રથમ નવરાત્રિ હોવાથી ખેલૈયાઓમાં ખુશીનો માહોલ હતો કે રાત્રે થનગનાટ કરી માંના ગરબા ગવાશે. પણ સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે પશ્ચિમ - દક્ષિણ પટ્ટામાંથી કાળા ડીબાંગ વાદળો ઉમટી આવ્યા હતા. અને પવન સાથે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થતાં મંડપ ગરબાના સ્થળોએ પાણી પાણી થઈ ગયાં હતા. આ લખાય છે ત્યા સુધી ધોધમાર વરસાદ ચાલુ રહેતા ખેડૂતો, પશુ પાલકોમાં હવે  આવનાર ભવિષ્યમાં શું થશે ? કૃષિ  પાકોનો સોથ-નાશ થશે ? મોઘા ખાતર - બીયારણ- મજુરી પાણીમાં જશે ? એક બાજુ ભયંકર રોગચાળો બીજીબાજુ વરસાદી માહોલથી ખેડૂતોમાં હતાશા વ્યાપી છે. ગ્રામ્ય જીવન પર બજારનો આધાર છે અને વરસાદી માહોલ રહેતાં વેપારીઓ આગામી સમયમાં ભયંકર મંદીની ચિંતામાં લપેટાયેલા જાવો મળ્યા હતા. કાંકરેજ તાલુકામાં થરા સહિત વિસ્તારમાં પહેલું નોરતું શુષ્ક રહ્યુ.  હવે કેવું વાતાવરણ રહે છે તેના તરફ સૌ ખેલૈયા - માઈ ભક્તોની નજર છે.

Download Our B K News Today App



Related News