પાલનપુરનો મીરાં દરવાજાે ઃ ખૂબ મોડું થાય અને ખંડેર બને તે પહેલાં બચાવી લ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-27 11:21:59
  • Views : 391
  • Modified Date : 2021-02-27 11:21:59

પાલનપુર નગરમાં પ્રવેશવા માટે સાત દરવાજા હતા. જેમાં ગઠામણ દરવાજાે, કમાલપુરા દરવાજાે, મીરાં દરવાજાે, નવો દરવાજાે, સલેમપુરા દરવાજાે, વિરબાઇ ગેટ અને દિલ્હી દરવાજાનો સમાવેશ થાય છે. ત્યારે આ દરવાજાઓમાંથી હાલ માત્ર એક જ મીરાં દરવાજાે હયાત છે. જે પણ ખંડેર હાલતમાં છે. આ ઉપરાંત ૧૮મી સદીમાં
પશ્ચિમાભિમુખ ચાર માળની અને કૂટને જાેડતી પડથાર ધરાવતી આરસ અને રેતીયા
પથ્થરમાંથી બનેલી મીઠીવાવ આવેલી છે.
દિલ્હી દરવાજા અને ગઠામણ દરવાજા બે મોટા અને ખૂબ પ્રભાવશાળી દરવાજા  ઐતિહાસિક વારસાની ઐસી કી તૈસી કરીને ર્નિદયતાથી તોડી
પાડ્યા હતા.આ બધામાં માત્ર મીરાં દરવાજા વર્ષોથી અકબંધ અડીખમ ઉભું રહી શક્યું છે. એની પણ  જાણે આતુરતાથી રાહ જાેવાઈ રહી છે. ક્યારે એ પણ નાશ પામે. એના વિશાળ દરવાજા તો તુટીને ઉધઈ ખાઈ રહ્યા છે, બારી બારણાંનાં પણ કોઈ જ ઠેકાણું નથી. ૩૦૦ વર્ષ જુનો આટલો મોટો દરવાજાે ઐતિહાસિક ધરોહર સમાન કોઈને દેખાતો નથી. આમેય નાના શહેરના ઇતિહાસની કાળજી લે છે કોણ ?
એવી જ બીજી ધરોહર છે મીઠીવાવ જેને પરમાર શાસનનું એકમાત્ર હયાત સ્મારક માનવામાં આવે છે. તે આઠમી સદીની આસપાસ બાંધવામાં આવ્યું હતું. તે નગરના પૂર્વી ભાગમાં આવેલું છે. પાંચ માળની છે.તેની સ્થાપત્ય શૈલીના આધારે, એવું માનવામાં આવે છે કે તે મધ્યયુગના પાછલા સમયગાળામાં બનાવવામાં આવી છે, પરંતુ દિવાલોમાં મૂકેલી મૂર્તિઓ અગાઉના સમયના સંબંધમાં હોઈ શકે છે. આ શિલ્પોમાં ગણેશ, શિવ, અપ્સરા, નૃત્યાંગના, પૂજા કરતા યુગલો અને ફૂલોની અને ભૌમિતિક રચનાઓનો સમાવેશ થાય છે.દિવાલમાં મૂકેલ એક શિલાલેખ છે પણ સ્પષ્ટપણે વાંચી શકાતો નથી, પણ વર્ષ સંવત ૧૩૨૦ (૧૨૬૩  છડ્ઢ) તેમ વંચાય છે.આ ધરોહરની
પણ એ જ રીતે અનદેખી કરવામાં આવી રહી છે.
પાલનપુરનો ઈતિહાસ અદભૂત છે પરંતુ રાજકારણીઓ હેતુપૂર્વક ઐતિહાસિક ધરોહરોને નેસ્તનાબૂદ કરવા માંગી રહ્યા હોય એવું
પહેલી જ નજરે દેખાઈ રહ્યું છે. તેથી જ નવાબોની નગરી તરીકે, ફૂલો-અત્તરો, કવિ-લેખકો ઓળખ ધરાવતા પાલનપુરના ઐતિહાસિક સ્થળો અણઘડ વહીવટને કારણે ખંડેર બન્યા છે.આ ઐતિહાસિક ઇમારતો
ઉપર લોકો જાહેરાતોની પેન્ટીંગ કરી રહ્યા -લગાવી રહ્યા છે. તેમની સામે પણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી. આશા રાખીએ કે આ ૩૦૦ વર્ષ જુની ઐતિહાસિક ધરોહરો માટે કંઈક કરી સુવ્યવસ્થિત જાળવણી માટે વહીવટીતંત્ર દેખરેખ રાખે તેમજ રિનોવેશન કરાવે.

Download Our B K News Today App



Related News