ફાયર વિભાગની મોટી કાર્યવાહી ગાંધીનગરની જાણીતી પગરવ હોસ્પિટલ સીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-27 11:13:50
  • Views : 258
  • Modified Date : 2021-02-27 11:13:50

ગાંધીનગર શહેરમાં અનેક હેતુ ફેર મુદ્દે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.હવે એક પછી એક એકમો સીલ કરવામાં આવી રહ્યા હતા.ત્યારે ગાંધીનગરની જાણીતી પગરવ હોસ્પિટલને પણ ગત રોજ આખરે ફાયર સેફટી અને હેતુફેરના મુદ્દા સાથે સીલ કરવામાં આવી છે. જેમાં હાલ ૮ જેટલા રૂમ સીલ કરવામાં આવ્યા છે અને બાકીના રૂમમાં દર્દીઓ હોવાના કારણે બાકી રાખવામાં આવ્યા છે.
ગાંધીનગર શહેરમાં ફાયર સેફટીના બાબતે તંત્રએ વારંવાર નોટિસ ફટકારવા છતાં પણ નિયમોનું યોગ્ય
 પાલન ન કરતા હોય તેવા એકમો પર સપાટો બોલાવ્યો છે અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગાંધીનગરની જાણીતી પગરવ હોસ્પિટલને પણ ગત રોજ તંત્ર દ્વારા સીલ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. સીલ કરવાનો ર્નિણય લેવાની સાથે જ
હોસ્પિટલના સત્તાધીશો બધા સાથે કામે લાગી ગયા હતા. અને એક પછી એક રાજકીય નેતાઓનો સંપર્કો શરૂ કરવામાં લાગ્યા હતા.પરંતુ આ વખતે કોઈ રાજકીય નેતા તેમની પડખે આવ્યું નહીં અને તંત્રએ આખરે સેફટી તથા હેતુફેર ઉપરના મુદ્દા સાથે હોસ્પિટલના આઠ જેટલા રૂમને સીલ કરેલી દીધા છે. આ સાથે ગાંધીનગરના અનેક હોસ્પિટલને પણ કડક સૂચનાઓ સાથે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના સંચાલકો અત્યાર સુધી ફાયરસેફ્ટી મુદ્દે કોઇ જ કાર્યવાહી હાથે લેતા ન હતા તેમજ ફાયર વિભાગ દ્વારા પણ અગાઉ અનેક વખત નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ સ્થાનિક નેતાઓનો હાથ હોવાને કારણે નોટિસનો જવાબ આપવાનું હોસ્પિટલના સંચાલકો માટે વાર્તા હતી.અને પોતાની મનમાની ચલાવતા હતા. પરંતુ અધિકારીઓએ ચૂંટણીના સમયે જ કામગીરી હાથ લેતા આખરે પગરવ હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત સેક્ટર-૭ માં પણ ત્રણ હોસ્પિટલોને સીલ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News