કોરોના દરમિયાન આઉટસોર્સના કર્મીઓના પગાર કપાતા હલ્લાબોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-27 11:55:53
  • Views : 282
  • Modified Date : 2021-03-27 11:55:53

સરકારી કચેરીઓમાં આઉટસોર્સમાં ફરજ બજાવતા કર્મીઓનુ ભરપુર શોષણ થાય છે. સરકારમાં અનેક રજૂઆતો કરાય છે. પરંતુ પત્થર ઉપર
પાણી જેવી સ્થિતિ જાેવા મળે છે. ત્યારે પંચમહાલ, ભાવનગર અને બોટાદમાં કોરોના દરમિયાન છુટા કરાયેલા અને પીએફ, બોનસ સહિતમાં ભરપુર ગોટાળા કરનાર અધિકારીઓ સામે
પગલા ભરવાની માંગ સાથે કર્મીઓએ જૂના સચિવાલયમાં ધરણા કરાયા હતા.
આઉટ સોર્સિંગથી ફરજ બજાવતા કોરોના વોરિયર્સને નોકરીમાંથી છુટા કરવાની ધમકીઓ આપી છેલ્લા પાંચ વર્ષથી કોરોના વોરિયર્સના
પગાર, ઇપીએફ, બોનસ, એરિયર્સ, ડ્રેસ વોશિંગ એલાઉન્સના નાણામાં
ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે. આ બાબતે જિલ્લાના અધિકારીઓ અને આરડીડીને અનેક વખત રજૂઆત કરવા છતાં એજન્સીઓને છાવરી
તપાસ કરી નથી. આઉટસોર્સ એજન્સીઓ ડી.જી.નાકરાણી અને એમ.જે સોલંકી દ્વારા કર્મચારીઓમાં ભય ફેલાવવા
પંચમહાલના ૮ બોટાદના ૨ ભાવનગરના ૨,  કર્મચારીઓને છુટા કરી દેવાયા હતા. અન્ય કર્મચારીઓને પણ પહેલી એપ્રિલથી છુટા કરવાની ધમકી આપતા એજન્સીઓ અને એમના મળતિયા અધિકારીઓને કર્મચારીઓની તાકતનો પરચો બતાવવા ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો.
ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયની આગેવાનીમાં કોરોના વોરિયર્સે જુના સચિવાલયમાં આવેલી આરોગ્ય કમિશનરની કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. કોરોના વોરિયર્સને નોકરી ઉપર પરત લેવા માંગ કરી હતી, તેમજ ૩૦૦થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓએ પોતાના પગારમાં એજન્સીઓએ ગેરરીતિઓ આચરી છે એવુ સોગંદનામું જમા કરાવી તપાસ કરવા અને એજન્સીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

Download Our B K News Today App



Related News