છેલ્લા ત્રીસ વર્ષથી માઇ ભક્તોની સેવા કરતો શ્રી અંબાજી પદયાત્રી કેમ્પ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-13 11:47:52
  • Views : 539
  • Modified Date : 2019-09-13 11:47:52

ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી દેશભરમાં જાણીતું શક્તિપીઠ છે. ભાદરવા સુદ આઠમથી પૂનમ સુધી અંબાજી શક્તિપીઠમાં ભાદરવી મહાકુંભ ચાલે છે. આ પર્વમાં લાખો પદયાત્રીઓ અંબાજી તરફ આવે છે ત્યારે આ મહામેળામાં માઇ ભક્તો માટે વિવિધ સેવા કેમ્પો લાગે છે. ત્યારે છેલ્લા ત્રીસ વર્ષથી
અંબાજીથી દાંતા ગામ વચ્ચે
રપટ પાસે કલોલ કપિલેશ્ચર મહાદેવ મંદિર તરફથી  આ સેવા કેમ્પ માઈ ભક્તોની ભારે સેવા કરે છે. આ કેમ્પ સવારે ૭ વાગ્યાથી લઇ રાત્રીના ૩ વાગ્યા સુધી ચાલુ રહે છે અને ભક્તોને મિષ્ઠાંન સાથે પેટ ભરીને ભોજન કરાવવામાં આવે છે.
આજના યુગમાં સૌથી વધારે સેવા માઇ ભક્તોની છે. ત્યારે ભાદરવી મહાકુંભ મેળા દરમિયાન અંબાજી તરફના વિવિધ માર્ગો ઉપર સેવા કેમ્પ યોજવામાં આવે છે. અહીથી
પસાર થતા માઇ ભક્તોને ભોજન, ચા, નાસ્તો, ઠંડા પીણા સહિતની સેવા પૂરી પાડતા
કેમ્પો ખુલી જાય છે. અંબાજીથી દાંતા માર્ગ ઉપર રપટ ગામ પાસે પહાડોની આસપાસ કુદરતી વાતાવરણમાં આ કેમ્પ છેલ્લા ૩૦ વર્ષથી માઇ ભક્તોની સેવા કરી રહ્યા છે. આ કેમ્પની આગળ ભગવાન શિવની મૂર્તિ લાગેલી હોય છે અને અંદર ડીજે સાથે નાચગાન ભક્તો કરી શકે તેવી વ્યવસ્થા પણ કેમ્પ તરફથી કરવામાં આવે છે. અહી ભક્તોને દસમથી પૂનમ સુધી શુદ્ધ દેશી ઘી માંથી બનાવેલો શીરો પણ ભોજન સાથે
આપવામાં આવે છે, કલોલ
કપીલેશ્ચર મહાદેવના મહંત
પૂર્ણાનંદ ગીરી બાપુ અને તેમના સ્વયમ સેવકો અહી ખડે પગે સેવા કરે છે.


Download Our B K News Today App



Related News