કોરોના વાયરસ પદયાત્રીઓ દયનીય સ્થિતિમાં મુકાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-03 13:53:19
  • Views : 280
  • Modified Date : 2020-04-03 13:53:19

કોરોના વાયરસ પદયાત્રીઓ દયનીય સ્થિતિમાં મુકાયા

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકારે  લોકડાઉન જાહેર કર્યુ છે. જોકે લોકડાઉન જાહેર થતા જ અનેક લોકો પોતાના વતન જવા માટે પદયાત્રા કરીને નીકળતા ગંભીર સમસ્યાઓ સર્જાઇ છે અને હજુ પણ કેટલાય લોકો આંતરરાજ્ય બોર્ડર લોકડાઉન હોવાના કારણે અટવાઈ પડ્‌યા છે.

કોરોના વાયરસને સંક્રમિત થતો અટકાવવા માટે ૨૧  દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જોકે 

પોતાના વતન છોડી 

ધંધા-રોજગાર માટે અન્ય રાજ્યોમાં સ્થાયી થયેલા અનેક લોકો લોકડાઉન જાહેર થતા જ પોતાના વતન તરફ જવા માટે નીકળી પડ્‌યા હતા. જેમાં ખાસ કરીને યુપી, બિહારના લોકો સૌથી વધુ અન્ય રાજ્યોમાં રોજગાર અર્થે ગયા હોવાથી તેઓ પોતાના પરિવાર સાથે જ બીસ્તરા, પોટલા બાંધી ઘરે જવા માટે નીકળ્યા હતા, જેમાં 

યુપીના ઇટાવા જિલ્લાના વતની અને સુરત સ્થાયી થયેલા 

રાજપૂત સમાજના બે પરિવારો પણ લોકડાઉન જાહેર થતા તે દિવસે પોતાના વતન જવા માટે નીકળ્યા હતા અને ક્યાંક ચાલતા તો ક્યાંક સાધન મળે ત્યાં બેસી ગયા, તેમ કરતાં કરતાં તેઓ ચાર દિવસે રાજસ્થાનના જયપુર ખાતે 

પહોંચ્યા હતા. પરંતુ રાજસ્થાન સરકાર દ્વારા લોકડાઉનનો કડક અમલ કરતા આ રાજપૂત 

પરિવારના ૧૮ જેટલા લોકોને પાછા ખાનગી વાહન મારફતે ગુજરાત પરત મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે હવે આ

 રાજપૂત પરિવારના સંભ્યો 

પાછા ચાલતા ચાલતા ડીસા આવ્યા હતા. સતત ૬ દિવસ ચાલતા આ લોકોના પગે પણ છાલા પડી ગયા હતા. જ્યારે આ પદયાત્રી મહિલાઓએ તેમની 

પરિસ્થિતિ જણાવતા આંખમાં આંસુ આવી ગયા હતા. 


Download Our B K News Today App



Related News