ધાનેરાના મહેસુલી કર્મચારીઓ પડતર માંગણીઓના મુદ્દે માસ સી.એલ. પર ઊતર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-27 11:36:54
  • Views : 469
  • Modified Date : 2019-08-27 11:36:54

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે બઢતી-બદલી સહિત જુદા જુદા ૧૭  મુદ્દે સરકારને અવાર-નવાર રજૂઆતો કરવા છતાં તેમની રજુઆત સ્વીકારવામાં  ના આવતા ગત તારીખ ૧૬ ઓગસ્ટ૨૦૧૯ ના રોજ ૧૭ મુદ્દાઓ સાથે નું આવેદનપત્ર રાજ્યના અધિક મુખ્ય સચિવ ને સુપ્રત કરવામાં આવ્યું હતું.
પરંતુ  હજુ સુધી સરકાર દ્વારા કોઇ નિર્ણય કરવામાં ના આવતા  ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે મહેસુલી કર્મચારીઓ દ્વારા ધરણા પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પાટણ જિલ્લા મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન, કાળી પટ્ટી ધારણ કરી ૧૯ થી ૨૩ ઓગસ્ટ સુધી વર્ક ટુ રૂલ્સ નો નિયમ પાળી સરકાર સામે
પોતાની પડતર માંગણીઓને લઈ દેખાવો કરવામાં આવ્યા હતા. પરંતુ રાજ્ય સરકાર દ્વારા  મહેસુલી કર્મચારીઓની માંગણીઓ  સ્વીકારવામાં ન આવતા ગુજરાત રાજ્યની સાથે  ધાનેરામાં પણ મહેસુલી કર્મચારીઓ દ્વારા મામલતદાર ને રીપોર્ટ આપી  સામૂહિક રજા ઉપર ઉતરી જતાં સોમવારના રોજ કચેરીમાં સરકારી કામકાજ ઠપ જવા પામ્યું હતું જેના કારણે આ કચેરીઓમાં કામકાજ અર્થે આવતા અરજદારોને હાલાકી  સહન કરવી પડી હતી. અને તેમના કામો ના થતાં તેમને સમય અને નાંણાનો પણ વ્યય થવા પામ્યો હતો.


Download Our B K News Today App



Related News