લાખણી તાલુકાના આગથળા થી ધાનેરા તાલુકાને જોડતો પાકો માર્ગ છેલ્લા પાંચ વર્ષથી મોતનો માર્ગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-16 15:55:25
  • Views : 455
  • Modified Date : 2020-06-16 15:55:25

આ રસ્તાની વાત કરવામાં આવે તો પંદર વર્ષ પહેલાં તંત્ર દ્રારા સિંગલ પટ્ટી બનાવવામાં આવી હતી ત્યાર બાદ આ માર્ગને કોઈ શ્રાપ લાગી ગયો હોય એવું લાગી રહ્યું છે.પંદર વર્ષ વિતી ગયા હોવા છતાં આજ દિવસ સુધી ના તો કોઈ સમારકામ થયું કે ના સિંગલ પટ્ટી માંથી રોડ પહોળો બન્યો,આજે પણ આ રોડ પર મુસાફરી કરીએ તો બે ફૂટથી વધારે મોટા મોટા ખાડા જોવા મળેછે વળી ક્યાંય તો આખે આખો રોડ તૂટેલો નજરે પડે છે.બન્ને તાલુકાની વિધાનસભાઓ ના ધારાસભ્ય કોંગ્રેસ પક્ષના છે અને સરકાર ભાજપ ની,જેના કારણે આ રોડ વિકાસથી વંચિત રહી ગયો હોય એવું લાગી રહ્યું છે જેનું પરિણામ આમ જનતા ભોગવી રહી છે.આજે પણ નબળી નેતાગીરીના કારણે દરરોજ અપ ડાઉન કરતા અધિકારીઓ , ખેડૂતો , વેપારીઓ અને વાહનચાલકોને રોજે રોજ મુશ્કેલી પડી રહી છે તો બીજી બાજુ ધાનેરા થી ડીસા હાઈવેનું કામ ચાલુ હોવાથી આ સિંગલ પટ્ટી ઉપર ડ્રાઇવરજન આપતા મોટા વાહનોની અવરજવર વધી જતાં રોડની હાલત ફેફોડી બની ગઈ છે. ત્યારે હવે ચોમાસા ની શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદને કારણે રોડ ઉપર પાણી ભરાઈ જાય છે જેથી ક્યાં રોડ તૂટેલો છે એનું અનુમાન લગાવી શકાતું નથી જેને કારણે ચોમાસામાં આ રોડ ઉપર મોતની મુસાફરી કહીએ તો નવાઈ નહીં.વિકાસની વાતો કરતી સરકાર અને આ રોડના કામના જવાબદાર અધિકારીઓ અને નેતાઓ ને વિકાસની વાતો બંદ કરી આગથળા થી ધાનેરા ને જોડતા માર્ગની મુલાકાત લઈ લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરે જેથી આવનારી ચુંટણીમાં વોટ માંગવા જતાં મોઢું નીચું રાખવાનો વારો ના આવે.

Download Our B K News Today App



Related News