સહયોગ સેવા સંસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા પ્રા.આ.કે. ડાવસમાં સગર્ભા અને ધાત્રીમાતાઓને કીટ વિતરણ કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-19 13:09:52
  • Views : 250
  • Modified Date : 2021-12-19 13:09:52

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડાવસમાં સગર્ભામાતાઓ અને ધાત્રીમાતાઓને પોષણ મળી રહે તે ઉદેશ્યથી બનાસકાંઠાના RCHO તેમજ તાલુકા હેલ્ચ ઓફિસરના માર્ગદર્શન હેઠળ અને મેડીકલ ઓફિસરની રાહબરી હેઠળ છેલ્લા બે માસમાં જે કોઈને ડીલીવરી થયેલ હોય તેવી ધાત્રી માતાઓને અને સગર્ભામાતાઓમને કીટો ડાવસ ગામનાં સહયોગ સેવા સંસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાંઆવી હતી ટ્રસ્ટ દરરોજ માટે જેને પણ ડીલીવરી થશે. તે માતાને એક કીટ આપવામાં આવશે. જેવી જાહેરાત કરેલ છે.અને સંસ્થા દ્રારા અવારનવાર આવા કેમ્પો કરવામાં આવે છેકીટમાં ઘી, ગોળ ,ગુંદર,કોપરા,પેપરામુળ, લોટ, બદામ સહીત કીટમાં આપેલ હતું .જેમાં ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહી 32 (બત્રીસ ) કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું  સહયોગ સેવા સંસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ-દેવાભાઈ ચૌધરી, ઉપપ્રમુખ-હરચંદભાઈ પરમાર. મંત્રી-દેવાભાઈ કુડેચા અને તેમના સભ્યો હાજર રહ્યા હતા તેમજ પ્રા..કેનાં MPHS / FHS /FA /  LT/ ફાર્માસીસ્ટ /MPHW /FHW/ ASHA ડાવસનો સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

Download Our B K News Today App



Related News