સરકારની બેદરકારી કે તંત્રની અણઆવડત માણસા નમો કોવિડ સેન્ટરમાં ઓક્સિજન પુરો થતા રાત્રે અફરાતફરી મચી ગઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 11:44:30
  • Views : 294
  • Modified Date : 2021-04-24 11:44:30

માણસામાં બે દિવસ પહેલા કોરોનાના દર્દીઓ માટે નમો કોવિડ સેન્ટર શરૂ કરાયુ હતું. જેમાં દર્દીઓ પણ બચવા માટે સારવાર માટે દાખલ થઇ ગયા હતા. પરંતુ સરકારની બેદરકારી કહો કે, તંત્રની અણઆવડતના કારણે સારવાર લઇ રહેલા દર્દીઓ મોતને ભેટતા બચ્યા છે. ગુરૂવારે મોડી રાત્રે એકા એક હોસ્પિટલમાં ઓક્સિજન પુરો થઇ જતા અફરાતફરી મચી ગઇ હતી. ત્યારે દર્દીઓને બચાવવા માટે ગાંધીનગરથી સાઇરનો વગાડવી પડી હતી. દર્દીઓને સિવિલ અને કોલવડા સારવાર માટે લાવવામાં આવતા જીવમા જીવ આવ્યો હતો.
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનેક લોકો સારવારના અભાવથી મોતને ભેટી રહ્યા છે. લોકોને
હોસ્પિટલમાં વેન્ટીલેટરવાળા બેડ મળતા નથી. હવે બજારમા પણ ઓક્સિજનના છુટક બાટલા મળતા બંધ થઇ ગયા છે. ત્યારે હોસ્પિટલોમાં પણ સારવાર લેતા દર્દીઓ માટે પણ પુરતો ઓક્સિજન મળતો નથી. તેવા સમયે બે દિવસ પહેલા માણસા ચૌધરી સંકુલમાં શરૂ કરાયેલી નમો કોવિડ સેન્ટરમાં ગુરૂવારે મોડી રાત્રે ઓક્સિજન પુરો થઇ ગયો હતો. જેને લઇને હોસ્પિટલનો સ્ટાફ સહિત આગેવાનો દોડતા થઇ ગયા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નમો કોવિડ સેન્ટરમાં રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં ઓક્સિજન પુરો થઇ ગયો હતો. જેને લઇને દર્દીઓને બચાવવા માટે સિવિલની ૩ એમ્બ્યુલન્સ, કોલવડાની એમ્બ્યુલન્સ, ૧૦૮ એમ્બ્યુલન્સની સાઇરનો ગુંજી ઉઠી હતી. રાત્રીના ૧ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીમાં દર્દીઓને માણસાની
હોસ્પિટલો અને ગાંધીનગર સિવિલમાં લાવવામાં આવ્યા હતા. આશરે ૨૨ જેટલા દર્દીઓને સિવિલમાં ટ્રાન્સફર કરવાની ફરજ પડી હતી.
આ બનાવને લઇને લોકોમાં પણ રોષ જાેવા મળતો હતો. લોકો એવું કહેતા સાંભળવા મળતું હતું કે, હોસ્પિટલમા ઓક્સિજન ખૂટી જવો એ સરકારની બેદરકારી છે કે, તંત્રની અણઆવડત. મોટા પ્રમાણમાં ઓક્સિજનના જથ્થાની જરૂરિયાત હોવા છતા કેવી રીતે ખૂટી જાય. શું તંત્ર ઓક્સિજન પુરો પાડવામાં અસર્મથ નિવડી રહ્યું છે. ટીવી ઉપર સબ સલામતના દાવા કરતા મંત્રીઓ નરેન્દ્ર મોદીના નામથી શરૂ કરવામાં આવેલા સેન્ટરને પણ ઓક્સિજન
આપી શકતા નથી.

Download Our B K News Today App



Related News